________________
જે સહન કરે છે, એ જ રહે છે
સિદ્ધાંત વિકાસવાદનો
આધુનિક યુગને પ્રભાવિત કરનાર બે ચાર મુખ્ય વ્યક્તિઓમાં એક છે – ચાર્લ્સ ડાર્વિન. તેમણે ઇવોલ્યુશનનો સિદ્ધાંત, વિકાસવાદનો સિદ્ધાંત રજૂ કર્યો. પ્રશ્ન છે કે આ જગતનો વિકાસ શી રીતે થયો ? બે સિદ્ધાંત – ઉત્પત્તિવાદ અને વિકાસવાદ. આ જગતની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને તેનો વિકાસ કેવી રીતે થયો ? આ સંદર્ભમાં અનેક ઘર્શનિકોએ પોતપોતાના વિચારો વ્યક્ત કર્યા પરંતુ તે તમામમાં આજે વૈજ્ઞાનિક દૃષ્ટિએ ચાર્લ્સ ડાર્વિનને મુખ્ય સમજવામાં આવે છે. ડાર્વિન વગેરેનો વિકાસવાદનો સિદ્ધાંત છે – જે વિકાસ કરતાં કરતાં અહીં સુધી પહોંચ્યા છીએ અને એ જ જાતિઓ-પ્રજાતિઓ બચી છે કે જે પોતાની જાતને ફીટ કરવામાં સક્ષમ બની છે. જે ફીટ કરવામાં અસક્ષમ બની તે સમાપ્ત થઈ ગઈ. આ જગતમાં એ જ વ્યક્તિ જીવી શકે છે કે જે સક્ષમ અને શક્તિશાળી હોય છે. જે શકિતહીન હોય છે તે સમાપ્ત થઈ જાય છે. આ વિકાસવાદનો મુખ્ય ખ્યાલ છે. પ્રશ્ન છે શક્તિનો
શક્તિ વગર કોઈ પણ પ્રાણી જીવિત રહી શકતું નથી. મારનારાઓનો ક્યાંય અંત જ નથી. એક જીવ બીજા જીવને મારી રહ્યો છે. એક પ્રાણી બીજા પ્રાણીને મારી રહ્યું છે. પોતાના ભોજન માટે પણ અને કારણ વગર પણ મારે છે. આક્રમકતા, ક્રૂરતા અને વિનોદના દૃષ્ટિકોણને કારણે પ્રાણીઓને મારવામાં આવી રહ્યાં છે. આવા સંજોગોમાં પોતાના અસ્તિત્વને એ જ ટકાવી રાખી શકે છે કે જેઓ સક્ષમ હોય છે. આ વાત જેવી રીતે સૃષ્ટિના વિષયમાં લાગુ પડે છે તેવી જ રીતે આ નિયમ આધ્યાત્મિક જગતને પણ લાગુ પડે છે. આધ્યાત્મિક જીવનમાં એ જ વ્યક્તિ ટકે છે કે જે સહન કરે છે, જે શક્તિશાળી હોય છે. જેનામાં શક્તિ નહિ હોય તે શું સહન કરશે ? સહન કરવું આપણી
– અસ્તિત્વ અને અહિંસા = ૧૪૪ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org