________________
ખ્યાલો બદલીએ
એક ખ્યાલ બની ગયો – જે જેવો વ્યવહાર કરે, તેની સાથે એવો જ વ્યવહાર કરવો. “શઠે-શાયં સમાચરે'- જ્યાં સુધી આવો ખ્યાલ નહિ બદલાય ત્યાં સુધી શાંતવૃત્તિનું જીવન નહિ બને. માણસમાં છલના છે, તે પ્રવંચના કરવા ઇચ્છે છે તેથી તેની આંખ ખુલી હોવા છતાં બંધ રહે છે. *
વ્યક્તિ પોતાની આ મનોવૃત્તિના કારણે બહાર ને બહાર જુએ છે. તેની જીવનશૈલી બાહ્ય પરિવેશથી પ્રભાવિત છે. અંદરની તરફ જોયા વગર તેને બદલી શકાય તેમ નથી. આપણે આ તથ્યને આ ભાષામાં સમજીએ. ધર્મ અને અધ્યાત્મને સમજ્યા વગર જીવનની વર્તમાન પ્રણાલીને બદલી શકાતી નથી. ભલે ગમે તેટલી રાજનૈતિક પ્રણાલીઓ વિકસે, સામ્યવાદ, સમાજવાદ કે લોકતંત્રની પ્રણાલી આવી જાય, પરંતુ એથી જીવનશૈલીમાં પરિવર્તન નહિ આવે. જીવનને માત્ર ધર્મ અને અધ્યાત્મ જ બદલી શકે છે. એમ માની લેવું જોઈએ કે સમાજની વર્તમાન જીવનપ્રણાલી ધર્મ ઉપર આધારિત નથી. મહાવીરે કહ્યું કે જે જીવનશૈલી બાહ્ય પરિવેશ ઉપર આધારિત છે તેની સાથે લડો, તેને બદલો. સંઘર્ષનું કારણ
પ્રશ્ન છે કે કોની સાથે લડવું? આપણે કલહ સામે લડીએ, કામ સામે લડીએ. જો કલહ સામે લડવું હોય તો જીવનપ્રણાલીને સમાનતાના આધારે ચલાવવી પડશે. હમણાં થોડાક દિવસ પૂર્વે મદુરાઈમાં સંઘર્ષનું વાતાવરણ બની ગયું. એનું કારણ હતું કેટલાક હરિજનો ઇસાઈ બની ગયા હતા. આ વાતને કારણે હિંદુઓ અને ઇસાઈઓ વચ્ચે ઝઘડો થઈ ગયો. શું ઇસાઈ બનનાર ધર્મ અને તત્ત્વજ્ઞાનના આધારે ઇસાઈ બન્યા હતા ? તેઓ ઇસાઈ બન્યા હતા અસમાનતાના કારણે, ઘણાને કારણે. એક ઉચ્ચ વર્ગ કહેવાય છે, તે બીજાને નિમ્ન વર્ગના સમજે છે. તે એની સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર કરે છે. ધૃણાનો વ્યવહાર કરે છે. એ ધૃણાની પ્રતિક્રિયા ધર્મ-પરિવર્તન રૂપે થાય છે અને સંઘનું વાતાવરણ બની જાય છે. જ્યારથી હિંદુ અને મુસલમાનનો ઇતિહાસ ચાલ્યો છે ત્યારથી કોણ જાણે કેટલા લોકો ધૃણાથી તિરસ્કૃત થઈને ધર્મ-પરિવર્તન માટે મજબૂર બન્યા હશે અને તેઓ જ સૌથી મોટા શત્રુ બન્યા છે.
અસ્તિત્વ અને અહિંસા કે ૧૯૬ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org