________________
પરિસ્થિતિ આવે છે તો ઉત્તેજનાપૂર્ણ વાતાવરણ પેદા થઈ જાય છે. ઉત્તેજનાનો એક સંસ્કાર બની ગયો છે. પ્રત્યાક્રમણ અને ઉત્તેજનાને કારણે સમગ્ર વાતાવરણ ઉત્તેજનામય બની જાય છે. આવું વાતાવરણ કદાચ અગાઉ નહિ હોય. આજે એવો નિયમ શીખવાડવામાં આવે છે કે જો તમારે તમારી વાત મનાવવી હોય, પોતાનું કામ કરાવવું હોય તો ઉત્તેજનાપૂર્ણ વાતાવરણ બનાવો, આક્રમક સ્વરૂપનો પ્રયોગ કરો, તમારું કામ થઈ જશે. આજે સ્થિતિ એવી છે કે પ્રજા ઉત્તેજનાની ભાષા સમજવા લાગી છે અને સરકાર ગોળીની ભાષા સમજાવે છે. ઉત્તેજના અને ગોળીની ભાષા એ પણ લડવાની એક એવી રીત છે કે જેનો ક્યારેય અંત આવતો નથી. મહાવીરની ભાષા છે – ઉત્તેજનાના વિરોધમાં શાંતિનો પ્રયોગ કરો, અહિંસાનો પ્રયોગ કરો. ઉત્તેજનામાં કોઈ કામ સારું નથી થતું. સમસ્યા અંદર છે, બહાર નથી
મહાવીરની ભાષામાં લડવાની પ્રથમ રીત છે – સમાનતા, બીજી રીત છે શાંતિપૂર્ણ વ્યવહાર. સમાનતા અને શાંતવૃત્તિ એ બન્ને મહત્ત્વપૂર્ણ અસ્ત્રો છે. તેમનો પ્રયોગ કરનાર વ્યક્તિ મોટામાં મોટા શત્રુઓને પણ સમાપ્ત કરી દે છે.
આપણા શરીરની અંદર પણ ઉત્તેજનાનું એક શરીર બેઠેલું છે. હકીકતમાં તે ઉત્તેજનાની સમસ્યા આપણી અંદર જ છે, બહાર નથી. ઉત્તેજનાનું શરીર, જેને સૂક્ષ્મ શરીર અથવા તો કર્મશરીર કહી શકાયતે આવેશોનું શરીર છે. જેટલા આવેગ-આવેશ પેદા થાય છે, તે બહારથી નહિ, સૂક્ષ્મ શરીરમાંથી પેદા થાય છે. સમસ્યા એ છે કે આપણે એને જોઈ નથી શકતા, સમજી નથી શકતા. મહાવીરે એ સૂક્ષ્મ શરીર, કર્મશરીરને જોયું. તેમણે કહ્યું કે જે સમસ્યા અને સંકટ પેદા કરે છે તે તમારા શરીરમાં બેઠેલું શરીર જ પેદા કરે છે. તમે માત્ર બહારના જગત ઉપર આરોપણ કરી રહ્યા છો કે અમુક વ્યક્તિ મારો શત્રુ છે, અમુક વ્યક્તિ મારો વિરોધી છે, પરંતુ જે શત્રુતાનો ભાવ પેદા કરી રહ્યું છે એ કર્મશરીર તરફ તમારું ધ્યાન જ જતું નથી. જ્યાં સુધી જીવનશૈલી નહિ બદલાય, અગાઉથી બંધાયેલા ખ્યાલોમાં પરિવર્તન નહિ આવે ત્યાં સુધી વ્યક્તિ પોતાની અંદર જોઈ નહિ શકે. પૂર્વગ્રહોને કારણે માણસ પ્રવંચનામાં પહોંચી જાય છે. આ મનોવૃત્તિ બદલવી જરૂરી છે.
- અસ્તિત્વ અને અહિંસા , ૧૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org