________________
યોગક્ષેમ વર્ષની પ્રવચનમાળા આ વિશેષતાઓથી અનુપ્રાણિત છે. જૈન આગમોના આધારે સમાયોજિત આ પ્રવચનમાળા વૈજ્ઞાનિક વ્યાખ્યાને કારણે સહજગમ્ય અને આકર્ષક બની ગઈ છે. તેમાં શાશ્વત તેમજ સામયિક સત્યોનો અદ્ભુત સમાવેશ છે. તેની ઉપયોગિતા યોગક્ષેમ વર્ષ પછી પણ ટકી રહેશે. એ વાત ધ્યાનમાં રાખીને ‘પ્રજ્ઞાપર્વ સમારોહ સમિતિ’એ મહાપ્રજ્ઞનાં પ્રવચનોને જનાર્પિત કરવાનો સંકલ્પ કર્યો. ‘અસ્તિત્વ અને અહિંસા' તેનું ત્રીજું પુષ્પ છે – જે યોગ્ય સમયે આપ સૌના કરકમળમાં પહોંચી રહ્યું છે.
જે લોકોએ પ્રવચનો સાંભળ્યાં છે અને જેમણે નથી સાંભળ્યાં તે તમામને યોગક્ષેમ યાત્રાનું આ પાથેય અહિંસાના વિકાસની પ્રેરણા બક્ષતું રહેશે અને તેમની ચેતનાનાં બંધ દ્વાર ખોલીને તેને પ્રકાશથી સભર કરી દેશે તેવો વિશ્વાસ છે.
॥ ગણાધિપતિ તુલસી
૧૫, સપ્ટેમ્બર, ૧૯૮૯
મહાવીરનગર, પાલી (રાજસ્થાન)
Jain Education International
૪
For Private & Personal Use Only
www.jainelibrary.org