SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ જાણી લેવું જોઈએ કે કેટકેટલાં જ્ઞાન અને અજ્ઞાત તત્ત્વોના શ્રમ થકી આપણું જીવન બન્યું છે. એમના શ્રમ પ્રત્યે આપણે કૃતદન ન બનવું જોઈએ. ધર્મ છે સંવર આપણે એ સચ્ચાઈને જાણીએ કે આ જીવન શું છે. પોતાના જીવનની વ્યાખ્યા સમજવી એ ગહન દર્શન છે. આપણે પોતાને જાણીએ, પોતાના જીવનને જાણીએ, જીવનની વ્યાખ્યાને જાણીએ, જીવનના ધર્મને જાણીએ. મહાવીરે આ તમામને જાણીને જે ધર્મદર્શન રજૂ કર્યું. તેને એક શબ્દમાં કહીએ તો એ છે સંવર-સંયમ. આત્માનો સંવર કરો, સંયમ કરો, એ જ ધર્મ છે. આ ધર્મને સમજીને આપણે આજ્ઞાનું પાલન કરીએ. એ જ આપણું કર્તવ્ય છે કારણ કે કર્તવ્ય આજ્ઞા વગર ફલિત થતું નથી. જ્યારે કર્તવ્યચેતના જાગે છે, ત્યારે ગુરુનો આદેશ, હિત-અહિતની વાત સમજાઈ જાય છે. કર્તવ્યની ચેતનાને જગાડવાનું સૂત્ર છે- આજ્ઞાનું જાગરણ. આજ્ઞા જાગૃત હશે તો ધર્મ સમજાશે, સંયમ અને સંવરની સાર્થકતા સમજાશે, “આણાએ મામગ ધમ્મ – આ સૂક્તનું રહસ્ય ઉપલબ્ધ થઈ જશે. અસ્તિત્વ અને અહિંસા ન ૨૩૪ ~-- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy