________________
વાસ્તવિક શસ્ત્ર તો છે ભાવશસ્ત્ર અને એ છે અસંયમ. પ્રાણીના અંતઃકરણમાં જે અસંયમ છે, એ જ વાસ્તવિક શસ્ત્ર છે અને આ તમામ શસ્ત્રોનું એ નિર્માણ કરી રહ્યું છે. જો અસંયમ ન હોત તો કોઈ શસ્ત્ર બન્યું જ ન હોત.
આજે નિઃશસ્ત્રીકરણનો પ્રશ્ન પ્રબળ બનેલો છે. શક્તિસંપન્ન દેશો પ્રક્ષેપાસ્ત્રો ઓછાં કરે, દૂર કે લધુ હિંસા કરનારાં પ્રક્ષેપાસ્ત્રો ઘટાડે, ટેન્કોને સમાપ્ત કરી દે એ વાત આજે ચર્ચાનો મુખ્ય વિષય બનેલી છે. પરંતુ આ તમામની પાછળ જે ચર્ચા થવી જોઈએ તે થતી નથી. આ તમામના મૂળમાં અસંયમ છે અને અસંયમને ઘટાડવાની ચર્ચા ખૂબ ઓછી થાય છે. માત્ર થોડાંક પ્રક્ષેપાસ્ત્રો ઓછાં કરવાથી નિઃશસ્ત્રીકરણની વાત શક્ય નહિ બને. કોઈ એક શાસક શસ્ત્રો ઓછાં કરવાની વાત કરે છે તો બીજો શાસક શસ્ત્રોના વિકાસની વાત કરે છે. જ્યાં સુધી અસંયમને ઘટાડવા તરફ માનવસમાજનું ધ્યાન આકર્ષિત નહિ થાય ત્યાં સુધી નિઃશસ્ત્રીકરણની વાત સફળ થવાની નથી. ભગવાન મહાવીરે ભાવશસ્ત્ર ઉપર, અસંયમ ઉપર ખૂબ ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે મૂળને પકડો, અસંયમને ઓછો કરો. અસંયમ ઓછો થશે તો બંદૂકો, તોપો, તલવારો માનવી માટે ખતરનાક નહિ રહે. શું પ્રમાદ હિંસા નથી ?
એક પ્રશ્ન ઉદ્ભવે છે કે ભગવાન મહાવીરે સમગ્ર શસ્ત્ર-પરિજ્ઞા અધ્યયનમાં છકાયના જીવોનો વધ ન કરવાનો ઉપદેશ આપ્યો, પરંતુ માનસિક સ્તરે થતી હિંસાની કોઈ ચર્ચા નથી કરી. આમ કેમ ? એનું કારણ શું છે ? શસ્ત્ર-પરિજ્ઞા અધ્યયનમાં એમ નથી કહ્યું કે કલહ ન કરો, નિંદા ન કરો, ચાડી-ચુગલી ન કરો, કોઈના પ્રત્યે ખરાબ વિચારો ન કરો, માત્ર મારો નહિ એવો જ નિર્દેશ મળે છે. કર્મનો સમારંભ ન કરો. એટલે કે વધ ન કરો. તેમણે માત્ર વધને જ કેમ પકડ્યો ? શું વધા એ જ હિંસા છે ? શું પ્રમાદ હિંસા નથી ?
સર્વે પ્રાણાઃ ન હંતવ્યાઃ અહિંસાડસૌ પ્રકીર્તિતાઃ | કિં હિંસા વધ એવાસ્તિ, પ્રમાદો વા ભવેદસૌ ? એનું સમાધાન આ પ્રમાણે છે : વધઃ કાયં પ્રમાદશ, કારણં નામ વિદ્યતે | અપ્રમત્તો વધાર્થ નો, સંતાપાયે ન ચેતે /
અસ્તિત્વ અને અહિંસા 4 ૬૭ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org