________________
જાય છે. મહાવીરે બાળક શબ્દનો પ્રયોગ જે અર્થમાં કર્યો છે, તેનો સંબંધ વ્યક્તિની મૂચ્છ સાથે છે. એક માણસ બધું જ જાણે છે છતાં તેનામાં એટલો બધો મોહ છે, એટલી બધી મૂર્ખામી છે કે તે જાણવા છતાં બાળચેષ્ટાઓ કરતો રહે છે. આ પરિસ્થિતિ સૌથી ખતરનાક છે. ચાર ઉપાય
બાળક હંમેશાં બાળક નથી રહેતું. તે મોટું થાય છે ત્યારે સમજદાર બની જાય છે. અજ્ઞાની પણ ભણીગણીને જ્ઞાની બની જાય છે. સૌથી જટિલ તો છે મૂર્ખામીના બાળપણને ટાળવાનું આજે જગતમાં અજ્ઞાની લોકોની સંખ્યા ઓછી છે, સમજદાર મૂર્ખાઓની સંખ્યા અધિક છે. એમ કહી શકાય કે વીસ ટકા લોકો અજ્ઞાની છે, મૂચ્છમય બાળપણમાં જીવનારા લોકોની સંખ્યા એંશી ટકા છે. મહાવીરે મૂચ્છમય બાળપણને બમણી મૂર્ખામી કહ્યું છે. પ્રશ્ન એ છે કે આ બાળપણ અને બાળભાવને શી રીતે ટાળવા ?
સંયમઃ ચિત્તશુદ્ધિ શ્વ, બંધઃ કર્મરણો મતઃ | પ્રથમ બાલભાવે યઃ, ત્યજેસ્ ત્યજતિ સોડપરમ્ /
સંયમ, ચિત્તશુદ્ધિ, બંધ અને બંધ-વિપાક પ્રત્યે જાગરૂકતા – બાળભાવથી મુક્ત થવાના આ ચાર ઉપાયો છે. જે પ્રથમ બાળભાવમૂર્ખામીને છોડી દે છે તે બીજી મૂર્ખામીને પણ છોડી દે છે. જરૂરી છે નિગ્રહ
- પહેલી વાત છે સંયમ, આત્મનિયંત્રણનો અભ્યાસ, ઇન્દ્રિયનિગ્રહનો અભ્યાસ. જે વ્યક્તિ સંયમ, નિયંત્રણ અને નિગ્રહનો અભ્યાસ નથી કરતી તેની મૂર્ખામી ક્યારેય ટળતી નથી. અત્યંત આવશ્યક છે નિગ્રહ. એમાં હઠયોગ ખાસ ઉપયોગી બને છે. આપણા યોગના આચાર્યોએ યોગને અનેક વિભાગોમાં વહેંચી દીધો – હઠયોગ, રાજયોગ, મંત્રયોગ, લયયોગ, કર્મયોગ વગેરે. કેટલીક વાતોમાં જિદ્દી બનવું પણ જરૂરી હોય છે. જે માણસ થોડોક પણ જિદ્દી નથી હોતો તે ક્યારેય સફળ થતો નથી. આગ્રહનું હોવું પણ જરૂરી છે. આપણે કોઈપણ વાતને એકાંતિક દૃષ્ટિએ ન લેવી જોઈએ. મહાવીર ચરમકોટિના અનાગ્રહી હતા એવી જ રીતે પરમ કોટિના આગ્રહી પણ હતા. અનેકાન્તને આપણે સત્યાગ્રહી કહી શકીએ. જ્યારે આચાર્ય ભિક્ષુએ સત્ય અને સાધના માટે અભિનિષ્ક્રમણ કર્યું ત્યારે અનેક લોકોએ કહ્યું કે, ભીખણજી ! આવું ન
– અસ્તિત્વ અને અહિંસા - ૧૮૩ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org