________________
મૂકવામાં આવ્યો છે. વ્યક્તિગત જીવનને જોયા વગર સામાજિક જીવન સારું ન હોઈ શકે. વૈયક્તિક છે સુખ અને દુઃખ
અધ્યાત્મનું મહત્ત્વનું સૂત્ર છે – પયં સાયં પયં વેણ – સુખ પણ પોતાનું છે અને દુઃખ પણ પોતાનું છે. આ એકદમ વૈયક્તિક વાત છે.
વ્યક્તિનાં સુખ-દુઃખ સાથે સમાજને કોઈ લેવા દેવા નથી હોતી. એક માણસ બીજા માણસને ન તો સુખ આપી શકે છે કે ન તો દુઃખ આપી શકે છે, તેથી બીજાઓ ઉપર ઝાઝો ભરોસો ન કરવો જોઈએ. ભલે સમાજ હોય, પરિવાર હોય, મિત્ર હોય, સગાંસંબંધી હોય – એ તમામ ઉપર અમુક હદ સુધી જ ભરોસો કરી શકાય છે, એથી વધુ નહિ. તેઓ સુખ અને દુઃખથી ત્રાણ (રક્ષણ) આપવામાં સમર્થ નથી હોતાં. મહાવીરે કહ્યું કે સગાંસંબંધી, મિત્રો, સ્વજનો વગેરે તમને ત્રાણ કે શરણ આપવામાં સમર્થ નથી હોતાં. તમે તમારી આ અસમર્થતાનો અનુભવ કરો. આ મૂચ્છને તોડનારું સૂત્ર છે, એક પરમસત્ય છે. એમાં જ્યાં સમાજનો અનુભવ છે ત્યાં તેની સાથે પોતાના અસ્તિત્વનો અનુભવ છે. સામાન્ય રીતે કેટલાક લોકો માત્ર પોતાની જ અનુભૂતિમાં ચાલ્યા કરે છે અને સમાજનો અસ્વીકાર કરી દે છે. કેટલાક લોકો પોતાને સમાજમાં લીન કરી દે છે અને પોતાના અસ્તિત્વને વિસારી દે છે. ભગવાન મહાવીરે નિશ્ચય અને વ્યવહાર – બે નયનું પ્રતિપાદન કર્યું. તેમણે સમાજનો અસ્વીકાર નથી કર્યો, પરંતુ વ્યવહારની અમુક હદ સુધી તેનું મૂલ્યાંકન કરવાની વાત કરી છે. તેમણે વાસ્તવિક મહત્ત્વ વ્યક્તિને આપ્યું, વ્યક્તિના મૂલ્યાંકનને આપ્યું તેને વ્યક્તિ અને સમાજ બન્નેનું સમાયોજન પણ કહી શકાય. આત્મરક્ષા = આત્મતૃપ્તિ
માનવીમાં ઘણી બધી ઇચ્છાઓ હોય છે. એમાં બે ઇચ્છાઓ મુખ્ય છે.
આત્મરક્ષા ચાત્મતૃમિ:, મુખ્યમિચ્છાદ્વયં ભવેત્ | ઇચ્છાકુલે જગત્યસ્મિનું, તદર્થ યાતે જનઃ //
વ્યક્તિ પોતાની જાતને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરે છે – એ છે આત્મરક્ષાની ઇચ્છા.
---——- અસ્તિત્વ અને અહિંસા ન ૩ –––––––
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org