________________
સ્વયં જીવ છે એ અલગ વાત છે. માટીમાં જીવ હોવો એ અલગ વાત છે અને માટી પોતે જ જીવ છે એ અલગ વાત છે.
જૈનાગમોમાં બે શબ્દો પ્રયોજાયેલા જોવા મળે છે? પઢવી જીવા, પુઠવીનિસ્સિયા જીવા. પૃથ્વીકાયિક જીવ અને પૃથ્વી નિશ્રિત જીવ, પૃથ્વીના આશ્રમમાં રહેનારા જીવો. તમામ જીવનિકાયો માટે આ શબ્દો વપરાયા છે. તે તમામને જીવ માનવા. ભગવાન મહાવીરના અતિશય જ્ઞાનનું એક સ્વયંભૂ સાક્ષ્ય છે. એ અલૌકિક વાત છે કે ચારે તરફ જીવ જ જીવ છે. પૂછવામાં આવે કે જીવ ક્યાં છે ? તો કહેવામાં આવશે કે સમગ્ર લોક જીવોથી ભરેલું છે. વ્યક્તિના શરીરનો એક અણુ જેટલો ભાગ પણ એવો નથી કે જેમાં સૂક્ષ્મ જીવ ન હોય. પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ આંગળીમાં કેટલા કાયના જીવ છે ? ઉત્તર આપવામાં આવ્યો કે એ પોતે તો જીવ છે જ, પરંતુ અસંખ્ય સૂક્ષ્મ કાય જીવ પણ તેમાં છે. તેમાં પૃથ્વીકાયિક પણ છે, અષ્કાયિક પણ છે, તેજસકાયિક પણ છે, વાયુકાયિક પણ છે અને વનસ્પતિકાચિક પણ છે. એમ કહેવામાં આવ્યું કે સોયની અણી જેટલા ભાગમાં અનંત જીવો હોઈ શકે છે. નિગોદ જીવોના સંદર્ભમાં એક ઘેહરો કહેવામાં આવતો હતો, તેમાં આ સચ્ચાઈનો પડઘો સંભળાય છે.
સૂઈ અગ્ર નિગોદમેં, શ્રેણી અસંખ્યાતી જાણ, અસંખ્યાતા પ્રતર ઈક શ્રેણી મેં, ઈમ ગોલા અસંખ્યાતા પ્રમાણ | એક એક ગોલા મક્ત શરીર અસંખ્યાતા જાણ,
એક એકશરીરમેં, જીવ અનંત પ્રમાણ છે. પ્રશ્ન સંવેદનનો
સમગ્ર સંસાર જીવોથી ભરેલો છે. જ્યાં સુધી અહિંસાની વાત કરનાર આ સચ્ચાઈને ન જાણી લે, સૂક્ષ્મ જીવોના નિયમોને ન જાણી લે ત્યાં સુધી તે અહિંસાની વાતને સમગ્ર રીતે શી રીતે જાણશે? તેથી કહેવામાં આવ્યું કે જે જીવને નથી જાણતો, અજીવને નથી જાણતો, તે સંયમ અને અહિંસાને શી રીતે જાણશે ?
જો જીવ વિ યાણાઈ, અજીવે વિ ન યાણઈ / જીવાજીવે અયાણંતો, કહે સો નાહિદ સંજમં // પ્રથમ એ જાણી લેવું આવશ્યક છે કે જીવ શું છે? અજીવ શું છે?
– અસ્તિત્વ અને અહિંસા ૨૭ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org