________________
આકાશ સિવાય તમામને જીવ માની લીધા. પૃથ્વીકાય જીવ છે, અષ્કાય, તૈજસકાય અને વાયુકાય પણ જીવ છે. આ ચારેય જીવનિકાય છે. પાંચમો જીવનિકાય વનસ્પતિ છે અને છઠ્ઠો જીવનિકાય ત્રસ છે.
જીવોની છ રાશિઓ અને છ શ્રેણિઓ છે તેમાં તમામ જીવ સમાઈ જાય છે. તેમાં પાંચ સ્થાવરકાયના જીવ સૂક્ષ્મ છે. આપણને આંખો વડે એવા જીવ દેખાતા નથી. હરતા ફરતા જીવો ત્રસ છે. તે સ્થૂળ જીવ છે. તે આંખો વડે જાણી શકાય છે. મહાવીરે સૂક્ષ્મ જીવોના અસ્તિત્વનું વિસ્તૃત વિવેચન કર્યું છે. તેમણે સૂક્ષ્મ જીવોના અસ્તિત્વની સ્વીકૃતિ માર્મિક રીતે વ્યકત કરી.
સે બેમિ-સેવ સયં લોગ અભાઈખેજા, સેવ અત્તાણ અબભાઈફ્રેજા / જે લોગં અબભાઇખઇ, સે અરાણ અબ્બાઇMઇ / જે અત્તાણ અબ્બાઇમ્બઇ સે લોગ અભાઇખઇ !
હું કહું છું – વ્યક્તિએ ન તો લોકના અસ્તિત્વનો અસ્વીકાર કરવો જોઈએ કે ન તો પોતાના આત્માના અસ્તિત્વનો અસ્વીકાર કરવો જોઈએ.
જેઓ લોકના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે, તે પોતાના આત્માના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે.
જેઓ પોતાના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે, તેઓ લોકના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે.
પોતાના અસ્તિત્વની સ્વીકૃતિ લોકની સ્વીકૃતિ છે, અન્ય જીવોના અસ્તિત્વની સ્વીકૃતિ છે. લોકની અસ્વીકૃતિ સૂક્ષ્મ જીવોના અસ્તિત્વની અસ્વીકૃતિ છે, પોતાના અસ્તિત્વની અસ્વીકૃતિ છે. પ્રશ્ન મૌલિક્તાનો
પાશ્ચાત્ય વિદ્વાનોએ પ્રશ્ન કર્યો કે એ તો આદિમકાળનું જ્ઞાન છે. મહાવીરની સ્વતંત્ર પ્રસ્થાપના નથી. આદિમ લોકોએ આ ભૂતોને માન્યાં હતાં અને મહાવીરે તેમનો જીવ રૂપે સ્વીકાર કરી લીધો. હકીકતમાં આ વિધાન સાચું નથી. પૃથ્વી આપણી સામે છે. આપણે તેને જોઈ શકીએ છીએ. પાણી પણ આપણે જોઈ શકીએ છીએ. વાયુનો પણ આપણને સ્પર્શ થઈ રહ્યો છે. અગ્નિને આપણે જોઈ રહ્યા છીએ તથા વનસ્પતિને પણ આપણે જોઈ શકીએ છીએ. તેમને ભૂત માનવામાં કોઈ મુશ્કેલી નહોતી. તેમનામાં જીવ છે, એમ નહિ પરંતુ તે પોતે જીવ છે એ મહાવીરની મૌલિક સ્વીકૃતિ છે. પાણીમાં જીવ છે એ અલગ વાત છે અને પાણી
– અસ્તિત્વ અને અહિંસા ન ૨૬ –
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org