________________
જીવ અને અજીવ શું છે ? આ જાણ્યા પછી અહિંસાની વાત સહજ રીતે સમજાઈ જશે.
એક અન્ય પ્રશ્ન પણ પેદા થાય છે જે સૂક્ષ્મ જીવ છે તે સંવેદનશીલ છે. શું તેમને સુખ-દુઃખ થાય છે ખરાં ? સૂક્ષ્મ જીવ અત્યંત સૂક્ષ્મ છે. માટીના એક ઢેફામાં અસંખ્ય જીવો છે. વનસ્પતિના એક નાનકડા છોડમાં અનંત જીવો હોઈ શકે છે. તેમની ચેતના પણ વ્યક્ત નથી હોતી. શું તેમને સુખ-દુઃખનું સંવેદન થાય છે ખરું ? આ પ્રશ્ન વિશે અહિંસાના સંદર્ભમાં વિચાર કરવામાં આવ્યો. આ સૂક્ષ્મ જીવોને સુખ-દુઃખનું સંવેદન થાય છે, એમ સમજવાનું પણ ભારે મુશ્કેલ હતું. ભગવાન મહાવીરે કહ્યું કે એ સાચું છે કે આ નાનકડા જીવોની ચેતના અવ્યક્ત હોય છે. તેમનામાં ઈન્દ્રિય પણ એક જ હોય છે સ્પર્શેન્દ્રિય. તેમ છતાં તેમને સુખ-દુઃખનું સંવેદન થાય છે. તેમને મન નથી હોતું, પરંતુ અનિન્દ્રિય જ્ઞાન હોય છે. અનિન્દ્રિય જ્ઞાન : બે અર્થ
w
અનિન્દ્રિય જ્ઞાનના બે અર્થ છે. તેનો એક અર્થ છે મન અને બીજો અર્થ છે ઓઘસંજ્ઞા. આજના વિજ્ઞાને આ વાત કેવી રીતે પકડી તે વિસ્મયનો વિષય છે. વૈજ્ઞાનિકોએ માન્યું કે વનસ્પતિમાં કલેક્ટિવ માઈન્ડ (ઓઘસંજ્ઞા) હોય છે. વનસ્પતિના જીવો વાતને એવી વિચિત્ર રીતે પકડે છે કે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. આ વિષયમાં બે વૈજ્ઞાનિકો - ડોક્ટર બોગેલ અને ડોક્ટર બેકસ્ટરે અનેક પ્રયોગો કર્યાં. બોગેલે પોતાના પ્રયોગોમાં જોયું કે માણસ અને છોડ બન્ને એકબીજામાં પોતાની ચેતનાનું આદાનપ્રદાન કરે છે. બેકસ્ટરે એક દિવસ કેટલાક છોડ ઉપર પ્રયોગ શરૂ કર્યો. છોડે પોતાની ભાવના બતાવવાની શરૂ કરી. ગેલ્વેનોમીટરની સોય ફરવા લાગી. તેણે જોયું તો છોડ તરસ્યો હતો. તેણે પાણી સીંચ્યું. ગેલ્વેનોમીટરની સોય પુનઃ ફરી અને છોડે પોતાનો હર્ષ પ્રગટ કર્યો. તેણે વિચાર્યું કે છોડ સાથે અન્ય વાતો પણ કરવી જોઈએ. છોડને આવેશમાં લાવવા માટે તેણે એક પાંદડું તોડ્યું. અને તેને કોફીમાં નાંખી દીધું. કોઈ ખાસ પ્રતિક્રિયા ન થઈ. તેણે વિચાર્યું કે આ પાંદડાને સળગાવું. એવો વિચાર આવ્યો કે તરત જ ગેલ્વેનોમીટરની સોય ફરવા લાગી. બેક્સ્ટરને ભારે અચરજ થયું. તેને પૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે છોડ દરેક વાતને પકડે છે.
અસ્તિત્વ અને અહિંસા : ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org