________________
જોવા મળે છે, તેના પ્રત્યે શ્રદ્ધા જોડાઈ જાય છે. વ્યક્તિને ધન શું મળી જાય છે જાણે પરમાત્મા મળી જાય છે ! આ એક તથ્ય છે – આત્મા અને પરમાત્મા પ્રત્યે આસ્થા ધરાવનારા લોકો શોધવા છતાં ભાગ્યે જ મળશે પરંતુ ધનને પરમાત્મા સમજીને તેમાં આસ્થા ધરાવનારા લોકોની કોઈ કમી નથી. ક્યારેક ક્યારેક એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે પરમાત્મા ધન છે કે પછી બીજું કાંઈ ? અષ્ટ છે આત્મા અને પરમાત્મા, દૃષ્ટ છે સમગ્ર જગત. જે દેખાઈ રહ્યું છે તે મોટું છે કે જે દેખાતું નથી તે મોટું છે ? અદૃષ્ટ પ્રત્યે આસ્થા કેવી રીતે જાગે એ એક ગંભીર પ્રશ્ન છે. વૈરાગ્ય : ઉપલબ્ધિનું કારણ
આ સમસ્યાના સંદર્ભમાં મહાવીરે કહ્યું કે – દિàહિં નિવ્વયં ગચ્છા દૃષ્ટમાં નિર્વેદ કરો. નિર્વેદ કરનાર વ્યક્તિ જ ભીતરમાં પ્રવેશ પામી શકે છે. જ્યાં સુધી દૃષ્ટ પ્રત્યે નિર્વેદ નથી થતો ત્યાં સુધી વ્યક્તિ સમુદ્રના કિનારે બેઠી બેઠી એનાં મોજાં ગણી શકે છે, પરંતુ સમુદ્રના ઊંડાણમાં છુપાયેલાં રત્નોને પામી શકતી નથી. જે દૃષ્ટ સાથે જોડાયેલો છે તે પ્રવંચના કરવાનું પણ જાણે છે, ઠગાઈ કરવાનું પણ જાણે છે. એનું લક્ષ્ય હોય છે – કોઈપણ રીતે પદાર્થોને ભેગા કરવા. તે પોતાની અંદર શી રીતે જઈ શકે ? પોતાના ઘરમાં જવું એટલે નિર્વેદ પામવું, વૈરાગ્ય પામવો. વૈરાગ્ય ત્રણ રીતે ઉપલબ્ધ થાય છે –
દુઃખગર્ભ – દુઃખ પેદા થાય ત્યારે. મોહગર્ભ – જેના પ્રત્યે ગહન આસક્તિ હોય તેનો વિયોગ થાય
ત્યારે.
જ્ઞાનગર્ભ – આંતરિક જ્ઞાનનું પ્રસ્તુટન થાય ત્યારે. દુઃખગર્ભ મોહગર્ભ, જ્ઞાનગર્ભમનુત્તર ! વૈરાગ્ય ત્રિવિધું પ્રોક્ત, જ્ઞાનિભિઃ પરમર્ષિભિઃ //
અષાય
ભીતરમાં એ છે કે જે ઉપશાન્ત છે. જે વ્યક્તિ કષાયથી પ્રજ્જવલિત છે તે બહાર છે. મહાવીરે કહ્યું કે – જે ત્રિવિદ્યા છે, ત્રણ વિદ્યાઓને જાણનાર છે તે કષાયની અગ્નિથી પ્રજ્જવલિત નથી બનતો. તે એ આગને બુઝાવતો રહે છે, શાન્ત કરતો રહે છે. જે વ્યક્તિ કષાયથી પ્રજ્જવલિત થાય છે તે બહાર ચાલી જાય છે. ગુસ્સામાં આવેલી વ્યક્તિ માટે એમ કહેવાય છે કે તેણે પોતાનો મિજાજ ખોયેલો છે. અત્યારે તેની
- અસ્તિત્વ અને અહિંસા ત ૧૭૭ – ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org