________________
| વિલાસ અને ક્રૂરતા
અસંતોષની મનોવૃત્તિ
અસંતોષ સૌથી મોટું કષ્ટ છે. અસંતોષની મનોવૃત્તિ જ અનેક અપરાધો અને સમસ્યાઓને જન્મ આપે છે. માનવીને ગમે તેટલું મળી જાય તો પણ તેને તૃપ્તિ નથી થતી. આજ સુધી કોઈ તૃપ્ત થયું નથી અને હવે પછી પણ કોઈ તૃમ થશે નહિ. મોટા મોટા સમ્રાટો અને ધનવાનો પણ ક્યારેય તૃમ થઈ શક્યા નથી. આજ સુધીનો ઇતિહાસ સાક્ષી છે કે જગતમાં પદાર્થો સાથે જીવનાર એક પણ માણસ તૃપ્ત નથી થયો. આ તથ્યમાં એક પણ વ્યક્તિ અપવાદરૂપે મળતી નથી.
અસંતોષ વિલાસની ભાવનાને જગાડે છે. માણસ વિલાસી એટલા માટે છે કે તેની અંદર તૃપ્તિ નથી. સંતોષ એટલે તૃત થવું, પ્રીતિ કરવી. તૃમ થવાનો એક માર્ગ છે – પોતાની જાત સાથે પ્રીતિ કરવી. જેણે પોતાની જાત સાથે પ્રીતિ નથી કરી,તે વ્યક્તિ ક્યારેય સંતુષ્ટ થઈ જ નથી. આગની તૃપ્તિ ક્યારેય નથી થતી કારણ કે તે ઇંધણ ઉપર જીવે છે. તેને હંમેશાં ઇંધણની જરૂર પડે છે. વિલાસનો અર્થ
કાવ્યશાસ્ત્રમાં સ્ત્રીની દશ વિશેષતાઓ બતાવવામાં આવી છે. એમાં એક છે વિલાસ. એક વિશેષ પ્રકારની અનુભૂતિ કરવી કે કરાવવી, એક વિશેષ પ્રકારની પ્રવૃત્તિ કરવી તે વિલાસ છે. પ્રત્યેક માનવીમાં એવી ભાવના રહે છે કે તે કંઈક અલગ દેખાય, વિશિષ્ટ દેખાય. એટલા માટે તે સાજ-સજાવટ, પ્રસાધન સામગ્રી વગેરેનો ઉપયોગ કરે છે. મહિલાઓ હોઠ અને નખ રંગે છે, અનેક પ્રકારની પ્રસાધન સામગ્રીનો ઉપયોગ કરે છે. પ્રશ્ન થાય છે કે શા માટે ? આ વિલાસ અને સુંદર દેખાવાની પ્રવૃત્તિ શા માટે છે ? એનું કારણ છે – ભીતરમાં અતૃમિ અધિક છે, અસંતોષ અધિક છે. જે વ્યક્તિ ભીતરથી સંતુષ્ટ હશે તેના મનમાં દેખાવાની વાત
– અસ્તિત્વ અને અહિંસા કન૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org