SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પછી મોટેભાગે ઊભેલી મુદ્રામાં જ ધ્યાન કર્યું. સમસ્યા એ છે કે માણસ ઊઠી ગયા પછી પણ ભૂલી જાય છે, વિસ્મૃતિમાં ચાલ્યો જાય છે. માણસ સ્વભાવથી જ ભૂલકણો છે. “હું સાધુ છું', “હું શ્રાવક છું” – એ વાતની પણ સતત સ્મૃતિ રહેતી નથી. તે એ વાતને ભૂલી જાય છે કે હું શ્રમણ છું – “સમણોડહં'પ્રમાદ શા માટે થાય છે ? પ્રશ્ન ઉદ્ભવે છે કે પ્રમાદ શા માટે થાય છે ? માણસ ભૂલે છે કેમ? આપણી અંદર ભૂલાવનારાં તત્ત્વો ઘણાં બેઠેલાં છે. તેથી વારંવાર જાગરૂક રહેવાનો ઉપદેશ આપવામાં આવ્યો. મહાવીરે ગૌતમને કહ્યું કે હે ગૌતમ ! એક પળ માત્રનો પણ પ્રમાદ ન કરશો. સેંકડો હજારો વખત આવો ઉપદેશ આપવામાં આવે છે, તેમ છતાં પ્રમાદ કરનાર વ્યક્તિ પ્રમાદ કરતી જ રહે છે. આવું કેમ થાય છે ? આ મુદ્દા વિશે આપણે વિચારવું પડશે – શું માત્ર ઉપદેશ આપવાથી કામ ચાલશે ખરું? શું એવો કોઈ ઉપાય છે કે જેથી પ્રમાદ ન આવે, જાગરૂક્તા ટકી રહે, સતત અપ્રમાદની સ્થિતિ બની જાય ? જો એવું ન થાય તો પ્રમાદ ન કરો એ વાત પણ વિસરાઈ જશે. આપણે પ્રહાર એના ઉપર કરવો છે કે જે પ્રમાદ પેદા કરે છે. જ્યાં સુધી એ મૂળ કારણ ઉપર પ્રહાર નહિ થાય ત્યાં સુધી “પ્રમાદ ન કરો’ એ વાત પણ યાદ રહેવાની નથી. સમાધાન સૂત્ર મહાવીરે આ સમસ્યાનું અત્યંત સરળ સમાધાન આપ્યું – “આ શરીરની જે ક્ષણ વર્તમાન છે તેને જુઓ. તમે આ શરીરની આ ક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો, તમારી પ્રમાદની બીમારી દૂર થઈ જશે.” વર્તમાન ક્ષણમાં શું થઈ રહ્યું છે, તે આપણે જાણીએ. અપ્રમાદ અને જાગરૂક બનવાનો એ જ ઉપાય છે. આપણે અતીત અને ભવિષ્યને પકડીએ છીએ, વર્તમાનને જોતા નથી. પ્રમાદને મિટાવવા માટે વર્તમાન ક્ષણ ઉપર ધ્યાન આપવું જરૂરી છે. અત્યારની ક્ષણે શું થઈ રહ્યું છે ? કયા કર્મનો વિપાક ઉદયમાં આવી રહ્યો છે તે આપણે જાણીએ. ચોવીસ કલાકમાં કયા સમયે આપણી કઈ પ્રવૃત્તિ ઉદયમાં આવી રહી છે ? અત્યારે કયું રસાયણ બની રહ્યું છે ? કયું રસાયણ પ્રભાવિત કરી રહ્યું છે ? વગેરે પ્રત્યે જાગરૂક બનીએ. જે માણસ આ બધા પ્રત્યે જાગરૂક બને છે તે વિસ્કૃતિ અને પ્રમાદને મિટાવી શકે છે. – અસ્તિત્વ અને અહિંસા = ૧૮૯ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy