________________
કર્યા વગર ગ્રહણીય તત્ત્વોને દરરોજ ગ્રહણ કરતા રહેવું જોઈએ. આવી વૃત્તિ જે વ્યક્તિમાં જાગી જાય છે તે સાધક સાધનાના ક્ષેત્રમાં વિકાસ કરી શકે છે. જો સાધક એકત્વની અનુભૂતિના સૂત્રને પકડી લે, દરરોજ તેની અનુભૂતિ માટે પોતાને સમર્પિત કરતો રહે તો તેની સમક્ષ સાધના ક્યાં કરવી જોઈએ એવો પ્રશ્ન ગૌણ બની જાય છે.
આપણે આત્મદર્શી બનીએ. જેને આત્મદર્શનની થોડીક પણ ઝલક મળી જાય છે, જેનાં કદમ આત્મદર્શનની દિશામાં આગળ વધવા માંડ છે, તે એક દિવસ ગામ અને જંગલના પ્રશ્નને સમાપ્ત કરી દે છે. જ્યાં સુધી આત્મદર્શનની ઝલક મળતી નથી ત્યાં સુધી દેશ અને કાળના પ્રશ્ન વિશે વિચાર કરવો પડે છે. આવા સંજોગોમાં એકાંતમાં બેસવું પણ જરૂરી છે, જંગલમાં જઈને સાધના કરવાનું પણ આવશ્યક હોઈ શકે છે. જ્યાં સુધી સાધના પરિપક્વ નથી થતી ત્યાં સુધી દેશ અને કાળના પ્રશ્ન વિશે પણ ચિંતન કરવું પડે છે. મહત્ત્વપૂર્ણ છે સાધનાનો સંકલ્પ
પ્રાતઃકાળે ચાર વાગ્યાથી શરૂ કરીને સૂર્યોદય સુધીનો જે સમય છે તે સાધના માટે ઉત્તમ હોય છે. જો એ વખતે દર્શન કેન્દ્ર ઉપર ધ્યાન કરવામાં આવે અથવા તો કોઈ અન્ય કેન્દ્ર ઉપર એકાગ્ર થઈ જવામાં આવે તો આપણને તેનો અનુભવ થવા લાગશે. આ એક એવી અનુભૂત સચ્ચાઈ છે કે જેનો અનુભવ કોઈપણ વ્યક્તિ કરી શકે છે.
આપણે સાધના કરવાનો સંકલ્પ કરીએ. ક્યાં અને ક્યારે સાધના કરવી એ પ્રશ્ન ગૌણ બની જવો જોઈએ. અહીં અને અત્યારે જ કરીએ એવો સંકલ્પ મુખ્ય બની રહેવો જોઈએ. ક્ષેત્ર અને કાળની ઉપયોગિતા હોઈ શકે છે, પરંતુ એથી પણ અધિક મહત્ત્વપૂર્ણ બાબત છે સાધનાનો સંકલ્પ. જે દિવસે આવો દૃષ્ટિકોણ જાગી જશે, સાધનાને વ્યાપક બનાવવાની દિશા મળી જશે એ દિવસે ગામ અને જંગલનો પ્રશ્ન સાધનામાં બાધક નહિ બની શકે.
• અસ્તિત્વ અને અહિંસા ૨૫૯
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org