________________
એમ વિચારતી રહે છે કે મારી પાસે આટલું ધન છે. તે એવો સંતોષ લઈને મૃત્યુ પામે છે.
એમ માનવું જોઈએ કે આ મનોવૃત્તિને કારણે હિંસાનું એક ચક્ર ચાલી રહ્યું છે. આપણું ત્રસજગત કેવું સુંદર છે ! પશુ, પક્ષી નિર્વિક્ન વિચરતાં હોત તો આ ત્રસજગત, આ સંસાર કેવો સુંદર હોત ! કૃત્રિમ અભયારણ્યો બનાવવાની કોઈ જરૂર જ ન હોત. પરંતુ માણસે પોતાનાં લોભ, સૌંદર્ય અને લાલસાની ભાવનાને કારણે ભયંકર ક્રૂરતાને જન્મ આપ્યો અને સંસારની સઘળી સુંદરતા ખતમ કરી નાખી. આજ વ્યક્તિ એમ વિચારે છે કે પર્યાવરણનું પ્રદૂષણ ન હોવું જોઈએ. આ તેની કૃત્રિમ ચિંતા છે. જ્યાં સુધી મહાવીરવાણીનું મૂલ્યાંકન નહિ કરવામાં આવે, અહિંસાના સિદ્ધાંત ઉપર ધ્યાન કેન્દ્રિત નહિ થાય ત્યાં સુધી આ સંસાર ન તો સુંદર રહેશે કે ન તો આ ત્રસૃષ્ટિ વિકાસની દિશામાં આગળ વધી શકશે કે ન તો પર્યાવરણ સુરક્ષિત રહેશે.
જો આ વાત સમજાઈ જાય, માનવીનો દૃષ્ટિકોણ બદલાય અને લોભની વૃત્તિ નિયંત્રિત બને તો સમસ્યાઓથી સંત્રસ્ત સંસારને સમાધાનની દિશા મળી શકે.
– અસ્તિત્વ અને અહિંસાન, ૫૬
——–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org