________________
-માણસને જાણવો છે. મતિજ્ઞાની તેને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણશે. તે જાણી લેશે કે આ માણસ પર્યાય છે. શ્રુતજ્ઞાની તેને ઇન્દ્રિયો વડે નહિ જાણે, તે શબ્દ દ્વારા જાણશે. શ્રુતજ્ઞાની સંબંધ જોડશે કે આ માણસ શબ્દ છે અને આ માણસ નામની વસ્તુ છે. આ તેનો વાચક છે અને આ તેનો વાચ્ય છે. જેનામાં મનન કરવાની શક્તિ હોય છે તે માણસ હોય છે. અવધિજ્ઞાની અતીન્દ્રિય શક્તિ દ્વારા જાણી લેશે કે આ માણસ છે. કેવળજ્ઞાની તેને સાક્ષાત્ જાણી લેશે. એક શેય અને જ્ઞાન પાંચ ! ઇન્દ્રિય જ્ઞાનઃ શ્રુતજ્ઞાન
ઇન્દ્રિય દ્વારા આપણે ખૂબ નજીકનું હોય તેને જાણીએ છીએ, દૂરની વાતને જાણતા નથી. જે આંખની સામે હોય તેને જોઈએ છીએ પરંતુ દીવાલની પાછળ શું છે તે આપણે જોઈ શકતા નથી. આપણા ઇન્દ્રિય જ્ઞાનની એક મર્યાદા હોય છે. શ્રુતજ્ઞાનનું કામ છે-વિપ્રકૃષ્ટને જાણવું. સ્વર્ગ છે, સિદ્ધશિલા અને નરક છે વગેરે વગેરે. પારલૌકિક વાતોને જવા દઈએ પરંતુ દિલ્હી છે, કલકત્તા છે, મુંબઈ છે વગેરે આપણે શેના આધારે જાણીએ છીએ ? શ્રુતજ્ઞાનના આધારે, આમોપદેશ કે અનુમાનના આધારે. એક વિશ્વસ્ત વ્યક્તિએ કહ્યું કે અમુક કિલોમીટર ચાલ્યા જશો તો અમુક શહેર કે ગામ આવશે. વ્યક્તિ એ દિશામાં ચાલવા માંડે છે, તે એ શહેરમાં પહોંચી જાય છે. દૂરની વસ્તુને શ્રુતજ્ઞાન વડે જાણી લેવામાં આવે છે.
જાણવાના અનેક પ્રકાર હોય છે. અકર્માનું જે જ્ઞાન છે તે છે સાક્ષાત્ જ્ઞાન પ્રશ્ન છે – અકર્મા ક્વી રીતે જાણે – જુએ છે ? અકર્માનો એક અર્થ જ્ઞાનાવરણ-કર્મરહિત એવો પણ કરી શકાય છે. ધ્યાનસ્થ વ્યક્તિને પણ અકર્મા કહી શકાય છે. અહીં અકર્માનું તાત્પર્ય બનશેઅલોક. જેનામાં કશો લોભ નથી તે અકર્મા છે. એવો પ્રશ્ન થઈ શકે કે લોભને તથા જાણવા-જોવાને વળી શો સંબંધ છે ? મહત્ત્વપૂર્ણ સૂત્ર
પાતંજલ યોગનું એક મહત્ત્વપૂર્ણ સૂત્ર છે – અપરિગ્રહસ્થર્યો જન્મકર્થતા સંબોધા-અપરિગ્રહ મહાવ્રત સિદ્ધ થાય છે તો પૂર્વજન્મ અને ભાવજન્મનું જ્ઞાન થાય છે. અપરિગ્રહ મહાવ્રત અને પૂર્વજન્મ-પુનર્જન્મના જ્ઞાનમાં વળી ક્યાંનો સંબંધ છે ? આપણે એનું રહસ્ય સમજીએ. તેનું અત્યંત મહત્ત્વપૂર્ણ કાર્ય છે-જ્યાં સુધી શરીરનો લોભ હશે, ભેદવિજ્ઞાન સ્પષ્ટ
– અસ્તિત્વ અને અહિંસા ક૭૯ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org