________________
જોડાયેલું છે અને પ્રત્યેક સુખ સાથે દુઃખ જોડાયેલું છે. કદાચ આવું એટલા માટે છે કે સંતુલન જળવાઈ રહે. જાગરણનું સૂત્ર
સુખ અને દુઃખનું એક દ્વન્દ્ર છે અને તે એક નિયમ સહિત બરાબર ચાલ્યા કરે છે. નિરંતર જાગૃત રહેવા માટે, જ્ઞાની અને જાગરૂક બનવા માટે દુઃખ ઉત્પન્ન થવું, તેની અનુભૂતિ થવી આવશ્યક છે. જાગરણનું એક સૂત્ર છે – જે કોઈ વેદના થઈ રહી છે, તેનો અનુભવ કરતા રહેવું. જાગરણનું બીજું સૂત્ર છે – ચિંતા. અધ્યાત્મની દિશામાં પણ એવી કોઈ ચિંતા હોવી જોઈએ કે જે નિદ્રા ન આવવા દે. અધ્યાત્મ પાસે નિદ્રા ઉડાડવાનું જે સૂત્ર છે, એ છે ચિંતન – વિચય-ધ્યાન. જે માણસ વિચય નથી કરતો, વિચારતો નથી, તે જાગી નથી શકતો. જે જાગવા ઇચ્છે છે, તેણે ચિંતનની મદદ લેવી પડશે. નિદ્રા અને જાગરણની ચર્ચામાં એક પ્રશ્ન પેદા થાય છે – આપણે જાગરૂક શા માટે બનવું ? મહાવીરે કહ્યું કે લોયંસિ જાણ અહિયાય દુઃખ – આ જે નિદ્રા છે, અજ્ઞાન છે તે અહિત માટે છે. જો આપણે હિત પામવું હોય તો જાગવું પડશે, જાગવાનો પ્રયત્ન કરવો પડશે. પોતાનું હિત અને જાગરૂકતા એ બંને પરસ્પર સાથે જોડાયેલાં છે, આ સચ્ચાઈ જાણીને જ આપણે જાગૃતિનું જીવન જીવી શકીશું.
- અસ્તિત્વ અને અહિંસા ૧૨૨
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org