________________
વહેવા લાગશે, તમામ ભેદ સમાપ્ત થઈ જશે. આપણે તમામ આત્માઓને સમાન જ નહીં, એકાત્મરૂપમાં જોવા લાગીશું. આવી સ્થિતિમાં હિંસા આપોઆપ સમાપ્ત થઈ જશે. અપેક્ષા એટલી જ છે કે આપણે સંગ્રહનયની દૃષ્ટિએ પ્રતિપાદિત આચારાંગના આ સૂક્તનું મનન કરીએ, આ સૂક્તની અનુભૂતિ કરીએ. જે દિવસે આવી અનુભૂતિ જાગી જશે તે દિવસે કોઈ વ્યક્તિ કોઈને નહીં પજવી શકે, કોઈની સાથે અન્યાય નહીં કરી શકે, કટુ વ્યવહાર નહીં કરી શકે. અહિંસાની ચેતનાને જગાડનાર આ સૂત્ર સામાજિક સમસ્યાઓ, પારસ્પરિક વ્યવહારોમાં પરિવર્તન લાવવાનું એક અમોઘ સૂત્ર બની શકે તેમ છે.
-~-~~-~~~ અસ્તિત્વ અને અહિંસા ના ૨૧૧ ---———
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org