________________
૦ ચિત્તમળના ક્ષયનું જ્ઞાન ચિત્ત ઉપર મળ કેવી રીતે જામે છે અને તેનો ક્ષય કેવી રીતે થાય છે તેનું જ્ઞાન.
-
જે આ ત્રણ વિદ્યાઓને જાણી લે છે, તે પાપ નથી કરી શકતો. જ્યારે જ્યારે પૂર્વજન્મની સ્મૃતિ થાય છે, ત્યારે ત્યારે માનવીના જીવનનો પ્રવાહ બદલાઈ જાય છે. જૈન આગમ સાહિત્યમાં એવા અનેક પ્રસંગો મળે છે. મેઘકુમારનું જીવન જોઈએ. મૃગાપુત્રનું જીવન વાંચીએ. તેમને પૂર્વજન્મની સ્મૃતિ થઈ અને તેમના જીવનનો પ્રવાહ બદલાઈ ગયો. પાપનું કારણ
જે વ્યક્તિ પરમને જુએ છે, જાણે છે તે પાપ નથી કરતી. જ્યાં સુધી વ્યક્તિ અપરમને જુએ છે, નાનાને જુએ છે ત્યાં સુધી તે પાપ કરે છે. જ્યારે પરમનો સાક્ષાત્કાર થાય છે, આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે ત્યારે વ્યક્તિ પાપ નથી કરી શકતી. પરમ છે આત્મા, પરમ છે પરમાત્મા. ગીતામાં કહેવામાં આવ્યું કે પરં દવા નિવર્તતે-વ્યક્તિ પરમને જોઈને પાપથી નિવૃત્ત થઈ જાય છે. પરમનો એક અર્થ છે - પારિામિક ભાવ. જે પારિણામિક ભાવનો અનુભવ કરે છે, તે પાપ નથી કરતો. પાપનું કારણ છે ઔયિકભાવ-મોહ, જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો ઉદય. જ્યારે વ્યક્તિ ઔયિક ભાવાવસ્થામાં જીવે છે, ત્યારે પાપની સ્થિતિ પેદા થાય છે. જ્યારે વ્યક્તિ પારિણામિક સ્થિતિમાં પહોંચી જાય છે, શુદ્ધ આત્માની અનુભૂતિમાં પહોંચી જાય છે ત્યારે પાપની વાત સમાપ્ત થઈ જાય છે.
Jain Education International
દૃષ્ટ : અદૃષ્ટ
આપણી સમક્ષ બે પ્રકારનાં તત્ત્વો છે ઃ દૃષ્ટ અને અદૃષ્ટ. આપણી સમગ્ર શક્તિ દૃષ્ટમાં ઓતપ્રોત છે. આત્મા અદૃષ્ટ છે. માણસ કેવો વિચિત્ર છે ! જે અદૃષ્ટ છે, તેને માનીને ચાલે છે અને જે દૃષ્ટ છે તેને ભોગવે છે. જ્યાં સુધી અટષ્ટ દૃષ્ટ નથી બની જતું, અદૃષ્ટ આત્માનો સાક્ષાત્કાર નથી થઈ જતો, ત્યાં સુધી પાપ પ્રત્યે મનમાં જેટલી ગ્લાનિ થવી જોઈએ એટલી થતી નથી. માનવીનું ધ્યાન બીજી દિશામાં અટવાયેલું રહે છે. માનવી મૂળ વાતને પકડીને પોતાની ભૂલને સુધારી નથી શકતો. જે દિવસે અદૃષ્ટનો સાક્ષાત્કાર થઈ જશે તે દિવસે તમામ ભૂલો એક
અસ્તિત્વ અને અહિંસા – ૧૨૫
-
For Private & Personal Use Only
www.jainelibrary.org