SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ એ પાપ શી રીતે કરશે ? ધર્મનો એક મહાપ્રશ્ન છે, જીવનની સફળતાનું એક મહાન સૂત્ર છે - માનવી પાપ ન કરે, પાપથી દૂર રહે. પાપ શબ્દ શુષ્ક, કડવો અને કાંટાની જેમ ડંખનારો શબ્દ છે. કોઈ માણસ પાપી બનવાનું ઇચ્છતો નથી. પાપ કરનાર પણ પોતાને પાપી કહેવડાવવાનું ઇચ્છતો નથી. ધર્મના ક્ષેત્રમાં આ શબ્દ જેટલો નિંદનીય અને અવાંછનીય છે, એટલો બીજો કોઈ શબ્દ નથી. વિકટ પ્રશ્ન મુશ્કેલી એ છે કે માણસ પાપ નથી ઇચ્છતો, તેનું ફળ નથી ઇચ્છતો છતાં તે પાપ કરે છે. ફલ પાપસ્ય નચ્છન્તિ, પાપ કુર્વત્તિ માનવાઃ | ફલ ઘર્મસ્ય વાચ્છતિ, ન ધર્મ વિહિતાદરાઃ | માણસ પુણ્યનું ફળ ઇચ્છે છે, પરંતુ પુણ્ય નથી કરતો. પાપનું ફળ નથી ઇચ્છતો છતાં પાપ તો કરતો જ રહે છે. એક વિકટ પ્રશ્ન છે કે પાપ કોણ નથી કરતું ? પાપને શી રીતે છોડી શકાય ? આ પ્રશ્નનો ઉત્તર ભગવાન મહાવીરે આપ્યો – જે ત્રિવિદ્યા છે, જે પરમ જ્ઞાની અને પરમ દર્શી છે, જે સમત્વદર્શી છે, તે માણસ પાપ નથી કરતો. આ ત્રણ ગુણોનો વિકાસ થયા પછી માણસ પાપથી બચે છે. ત્રિવિદ્ય કોણ? ત્રિવિદ્ય એ છે કે જે ત્રણે વિદ્યાઓને જાણતો હોય. ત્રણ વિદ્યાઓ આ પ્રમાણે છે – ૦ પૂર્વજન્મનું જ્ઞાન ૦ જન્મ અને મરણના રહસ્યનું જ્ઞાન – અસ્તિત્વ અને અહિંસા - ૧૨૪ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy