________________
સાથે દૂર થઈ જશે. ખોટા અને સાચા વચ્ચે ખાસ તફાવત નથી હોતો. એક કોમા, એક બિંદુ, એક માત્રા બદલાઈ જાય છે અને જે ખોટું હોય છે તે સાચું થઈ જાય છે તથા જે સાચું હોય છે તે ખોટું થઈ જાય છે.
જ્યાં સુધી વ્યક્તિ અદૃષ્ટને નથી જાણી લેતી ત્યાં સુધી ભૂલો યથાવત્ રહે છે, એની દૃષ્ટિની ભ્રાંતિ દૂર થતી નથી. જે નજર સામે દેખાય છે તેને જ વ્યક્તિ સર્વસ્વ સમજી લે છે, તેમાં જ અટવાયેલી રહે છે. જેવી દિશા બદલાઈ, અદૃષ્ટ દેખાયું કે તરત જ સઘળી પરિસ્થિતિ બદલાઈ જશે, પાપ પ્રત્યે કોઈ સંત નહિ રહે કલમ અને કદમ એક બને
ત્રીજી વાત છે સમત્વદર્શન. પાપ કરવાની મોટા ભાગની પ્રવૃત્તિ વિષમતાના કારણે થતી હોય છે. ‘તમામ જીવોને પોતાના આત્મા સમાન સમજો, ષડૂજીવનિકાયને પોતાના સમાન સમજો.” – આપણે આ વાત વાંચતા રહ્યા છીએ, પરંતુ તેને વ્યવહારમાં ઉતારતા નથી.કલમ અને કદમ બન્ને સાથે સાથે ચાલતાં નથી. જો એ બન્ને સાથે સાથે ચાલતાં હોત તો માત્ર દિવસ જ દિવસ હોત, રાતનો પ્રશ્ન જ ન હોત. ભગવાન મહાવીરની વાણીમાં સંયમનું જે મૂળ રૂપ છે, તે યથાખ્યાત ચારિત્ર છે.બાકીના બધા પડાવ છે. સામાયિક ચારિત્ર એક પડાવ છે, છેદોપસ્થાપનીય ચારિત્ર એક પડાવ છે. મૂળ છે યથાખ્યાત ચારિત્ર,
જ્યાં કલમ અને કદમ બે અલગ નથી રહેતાં, એક જ બની જાય છે. સમત્વદર્શી બનો
તમામ જીવ સમાન છે, એ વાત વારંવાર કહેવામાં આવે છે. ભગવાન મહાવીરે કહ્યું – સમત્વપાઠી નહીં, સમત્વદર્શી બનો. આચારાંગ સૂત્રમાં વાંચવાની વાતને નર્ટી, જોવાની વાતને મહત્ત્વ આપવામાં આવ્યું છે. વાંચવું અને જોવું એ બન્ને અલગ વાત છે, એક નથી. આચારાંગ સૂત્રમાં વારંવાર આવો ઉલ્લેખ મળે છે – પશ્ય ! પશ્ય ! જુઓ ! જુઓ ! આપણી આંખ ખુલ્લી હોવા છતાં દેખાતું નથી. જોવા અને વાંચવાની શક્તિ તદ્દન અલગ અલગ છે. આપણાં મસ્તિષ્કમાં અબજો કોશિકાઓ છે, તે તમામ અલગ અલગ કામ કરે છે તેથી દશક્તિ – જોવાની શક્તિને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું - જોવાનું શીખો, સમત્વદર્શી બનો.
- અસ્તિત્વ અને અહિંસા કે ૧૨૬ –
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org