________________
વિષમતાનું લક્ષણ
મહાભારતનો એક શ્લોક છે – યોન્યથા સન્તમાત્માનમન્યથા પ્રતિપદ્યતે | કિં તેન ન કૃતં પાપં, ચોરણાત્માપહારિણા /
જે જેવો હોય છે તેવો પોતાને બતાવતો નથી, બીજા જ પ્રકારનો બતાવે છે. એવી જ રીતે પોતાના આત્માનું અપહરણ કરનાર ચોરે કર્યું પાપ નથી કર્યું?
આપણે જેવા હોઈએ એવા જ આપણને બતાવવા જોઈએ. જે હોય તે ન બતાવવું અને જે ન હોય તે બતાવવું એ વિષમતાનું લક્ષણ છે. સમતાને ન જોવી અને વિષમતાને જોવી એ સૌથી મોટું પાપ છે.
જ્યાં સમત્વદર્શિતા નથી આવતી ત્યાં કેટલાં બધાં પાપ થતાં રહે છે ! જો તમામ જીવો પ્રત્યે સમાનતાની અનુભૂતિ નહિ હોય, બીજાં પ્રાણીઓને કષ્ટ આપતી વખતે પોતાને કષ્ટની અનુભૂતિ ન થતી હોય તો વ્યક્તિ પાપથી બચી શકતી નથી. જ્યારે વ્યક્તિ સમત્વની અનુભૂતિ કરી લે છે ત્યારે તે પાપ વિશે વિચારી પણ નથી શકતી. દર્શનની સ્થિતિ
દર્શન એટલે સાક્ષાત્કાર, અનુભૂતિ. જ્યારે એકાગ્રતાનું બિંદુ અત્યંત ગહન બની જાય છે ત્યારે દર્શન, અનુભૂતિ અને સાક્ષાત્કારની વાત બને છે. જ્યાં સુધી મન ચંચળ હશે ત્યાં સુધી દર્શન નહિ થાય. જ્યારે દર્શન અને સાક્ષાત્કાર થાય છે ત્યારે અનુભૂતિમાં તાદામ્ય થઈ જાય છે, દ્વિત રહેતું નથી. અદ્વૈત થવું, તાદાભ્યની અનુભૂતિ થવી એ મહત્ત્વપૂર્ણ ઘટના છે. એવી પરિસ્થિતિમાં સમરસતા પ્રગટ થશે, ધ્યાતા અને ધ્યેય – એ બંન્નેમાં એકાગ્રતા આવશે. આ છે દર્શનની સ્થિતિ. અધૂરા મન વડે કોઈ કામ થતું નથી. એ જ ચિત્રકાર મરઘીનું જીવંત ચિત્ર બનાવી શકે છે કે જેણે મરઘી સાથે એકામ્ય સાધ્યું હોય. મરઘી સાથે તાદામ્ય કેળવ્યા વગર જીવંત મરઘીનું ચિત્ર રચી શકાતું નથી. સમત્વનું જીવન જીવ્યા વગર કોઈ વ્યક્તિ સમત્વદર્શી બની નથી શકતી. સમત્વનો પાઠ (ટણ) નહિ, દર્શન કરીએ સમત્વદર્શી અને સમત્વપાઠી એ બંને શબ્દો મહત્ત્વપૂર્ણ છે. પોપટ
– અસ્તિત્વ અને અહિંસાને ૧૨૭ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org