________________
રટણ કરે છે પરંતુ માણસ પોપટ નથી, એણે સમત્વનું રટણ નહિ, સમત્વનું દર્શન કરવું જોઈએ. મહાવીરે કહ્યું કે જે વ્યક્તિ સમત્વનું દર્શન કે અનુભૂતિ કરી લે છે, તે સમત્વનું રટણ કરતી નથી. જ્યારે દર્શન અને અનુભૂતિની ક્ષણ પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે સમગ્ર પરિસ્થિતિ બદલાઈ જાય છે.
આપણે ત્રિવિદ્ય, પરમદર્શી અને સમત્વદર્શી એ ત્રણેય તત્ત્વોને સમજવાનો, તેમનો સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરીએ. આ તત્ત્વોને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ પાપકર્મથી બચવાનો પ્રયાસ કરતી રહેશે અને એક દિવસ એવી કક્ષાએ પહોંચી જશે કે જ્યાં પાપ વિશે વિચારવાનો કોઈ અવકાશ પણ નહિ રહે.
અસ્તિત્વ અને અહિંસા ન ૧૨૮ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org