________________
બ્રહ્મચર્યના પ્રયોગો
ટઆચારાંગ સૂત્ર ધ્યાનનો ગંભીર ગ્રંથ છે. તેમાં સાધનાનાં રહસ્યોનું રહસ્યપૂર્ણ ભાષામાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આચાર માત્ર ઉપરનો ક્રિયાકાંડ નથી હોતો, તે આત્માની અનુભૂતિથી ઉપજેલો એક વ્યવહાર હોય છે, જેની પૃષ્ઠભૂમિમાં રહે છે – આત્માની અનુભૂતિ અને બહારથી નીકળેલું આચરણ અને વ્યવહાર. આચારાંગમાં અંતરની અનુભૂતિ અને બાહ્ય વ્યવહારનું રહસ્યપૂર્ણ પ્રતિપાદન છે. તેમાં સૌપ્રથમ અહિંસાનું પ્રતિપાદન થયેલું છે. ત્યારપછી અપરિગ્રહ અને અકામ - બ્રહ્મચર્યનું વિવેચન જોવા મળે છે. અર્થ અકામનો
કામ વ્યક્તિને એક દિશામાં લઈ જાય છે અને અકામ બીજી દિશામાં લઈ જાય છે. આપણે બ્રહ્મચર્યને કોઈ મર્યાદામાં ન બાંધીએ. પાંચ ઇન્દ્રિયો અને મનની ચંચળતા – આ તમામનો વિષય કામના સાથે જોડાયેલો છે. કામ નાક, આંખ, કાન તમામને પ્રેરે છે. નાકની ગંધનો કામના સાથે ગાઢ સંબંધ છે. આપણું એક આદિમ મસ્તિષ્ક માનવામાં આવે છે જેને એનિમલ બ્રેઈન કહે છે. તે ગંધથી ખૂબ પ્રભાવિત થાય છે તેથી એક સાધક માટે સુગંધિત દ્રવ્યોથી બચવું અત્યંત જરૂરી ગણાય છે.
પાંચ ઇન્દ્રિયો અને મન એ તમામ કામના સાથે જોડાયેલાં છે. અકામનો અર્થ છે પાંચ ઇન્દ્રિયોનો નિગ્ર૭, મનનો નિગ્રહ. કામના આત્મા સાથે જોડાયેલા શરીરનું એટલું મોટું તત્ત્વ છે કે તેના ઉપર નિયંત્રણ કે નિગ્રહ કરવો એ સામાન્ય વાત નથી. કામનાના તરંગો પેદા ન થાય એવી સ્થિતિ બની જાય તો તે ખૂબ સૌભાગ્યની વાત છે, પરંતુ એમ થવું અત્યંત મુશ્કેલ છે. અકામ-સિદ્ધિ : પ્રયોગ ભગવાન મહાવીરે અકામ સિદ્ધિનો માત્ર ઉપદેશ જ નથી આપ્યો,
----——– અસ્તિત્વ અને અહિંસા , ૧૯૯ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org