________________
છતાં તેની ધીરજ ટકી રહી. એનું પરિણામ આવ્યું કે એક દિવસ ચાણક્ય નંદના મહાન સામ્રાજ્યને નષ્ટ કરી નાખ્યું .
સફળતાની શક્તિ ધૃતિ છે. જો સંકલ્પશક્તિ કામમાં લેનાર વ્યક્તિ એવી ભાવના કરે કે મારી ધૃતિ મારી પાસે ટકી રહેશે તો એ વ્યક્તિ જીવનમાં કયારેય અસફળ નહિ થાય. એ ધૃતિ બની રહે તો તમામ અવરોધો પાર થઈ જાય છે, નિયમન કરનારી શક્તિ ઉપલબ્ધ થઈ જાય છે. પોતાના આત્માની લગામ જેના હાથમાં રહે છે, તે ક્યારેય છેતરાતો નથી. જેના હાથમાં ધૃતિ છે, તેના હાથમાં જીવનની લગામ છે. એના ભરોસે માણસ પોતાના જીવનને યોગ્ય રીતે ચલાવી શકે છે. નિષ્ક્રમણ પણ એ જ વ્યક્તિનું સફળ થાય છે કે જેના હાથમાં ધૃતિ હોય છે. અપ્રમાદ
સફળતાનું ત્રીજું સૂત્ર છે અપ્રમાદ, આળસ અને પ્રમાદે કોણ જાણે કેટકેટલી વ્યક્તિઓની જીવનનૌકાઓ ડૂબાડી દીધી હશે ! મહાવીર નિરંતર ચાલતા રહ્યા, ચાલતા જ રહ્યા. એમનો પુરુષાર્થ કયારેય સૂઈ ન ગયો તેથી તેમનું નિષ્ક્રમણ સફળ થઈ ગયું. પરાક્રમની જ્યોતિ એટલો બધો પ્રકાશ આપે છે કે માણસ કયારેય બુઝાતો જ નથી. જ્યાં સુસ્તી આવે છે, શિથિલતા આવે છે, ત્યાં સફળ થનારું કામ પણ નિષ્ફળ થઈ જાય છે. પુરુષાર્થ વગર કશું જ સાધી શકાતું નથી. આપણે ઇતિહાસનું અવલોકન કરીએ. જે વ્યક્તિઓએ પુરુષાર્થ અને પરાક્રમનું જીવન જીવ્યું છે, તેઓ પોતાના જીવનમાં ખૂબ સફળ બની છે. આપણે મહાવીરને વાંચીએ, આચાર્ય ભિક્ષુને વાંચીએ, આચાર્ય તુલસીને વાંચીએ. આ તમામની સફળતાનું રહસ્ય પુરુષાર્થ છે. આચાર્ય ભિક્ષુ વિશે જે સાહિત્ય લખવામાં આવ્યું, એમાં એ વાત અત્યંત મુખ્ય સ્વરૂપે રજૂ કરવામાં આવી કે આચાર્ય ભિક્ષુ અતુલ પરાક્રમી હતા. એમ કહેવાય છે કે સિત્યોતેર વર્ષની અવસ્થા સુધી તેમનો પુરુષાર્થ નિરંતર ચાલતો રહ્યો. આચાર્ય ભિક્ષુનો અંતિમ ચાતુર્માસ સિરિયારીમાં હતો. જીવનના સંધ્યાકાળે પણ તેઓ પંચમી દૂર જતા હતા, ગોચરી પણ કરતા હતા, પ્રતિક્રમણ પણ ઊભા ઊભા કરતા હતા. એમનો એ પુરુષાર્થ તેરાપંથના વિકાસનો આધાર બની ગયો. અપ્રમાદઃ વીતરાગતા પુરુષાર્થ જાગે છે તો અંતરાત્મા જાગી ઊઠે છે. પુરુષાર્થ સૂતો હોય
– અસ્તિત્વ અને અહિંસા - ૨૪૪ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org