________________
પાઠ સમજવો સૌથી વધુ આવશ્યક છે. સંયમની વાત માત્ર મોક્ષના સંદર્ભમાં જ કહેવાઈ નથી. ધાર્મિક લોકો પણ મોટે ભાગે સંયમ અને અહિંસાની વાત મોક્ષના સંદર્ભમાં કરે છે. જેણે મોક્ષમાં જવું જ નથી તે આ વાત શા માટે માનશે? મોક્ષના સંદર્ભમાં ધર્મની વાત કરવી એ એની એક બાજુ છે. પરંતુ જીવનના સંદર્ભમાં તે અત્યંત મૂલ્યવાન છે. આ સચ્ચાઈને વર્તમાન સંદર્ભમાં સમજવી અત્યંત જરૂરી છે. જો ધર્મની વાતને વર્તમાનયુગની સમસ્યાઓના સંદર્ભમાં પ્રસ્તુત કરવામાં આવે, અધર્મ અને હિંસા દ્વારા ઉત્પન્ન થનારી પરિસ્થિતિઓ અને મુશ્કેલીઓના સંદર્ભમાં પ્રસ્તુત કરવામાં આવે તો પ્રત્યેક વ્યકિત ધર્મનું મૂલ્યાંકન કરશે, અહિંસા અને સંયમનું મૂલ્યાંકન કરશે, ધર્મની વાત અત્યંત વ્યાપક બની રહેશે. ધર્મનું એક સૂત્ર છે – અતીતની ભૂલોનું પુનરાવર્તન ન થવા દેવું. પ્રત્યેક વ્યક્તિએ એવો સંકલ્પ કરવો જોઈએ કે મેં આજ સુધી જે ભૂલો કરી છે તે ફરીથી નહિ કરું. પ્રમાદવશ જે કંઈ કર્યું છે તે પુનઃ નહિ કરું. આ સંકલ્પ સમસ્યાના ઘોર અંધકારમાં સમાધાનનો દીવડો બની રહેશે.
અસ્તિત્વ અને અહિંસાન, ૪૧ ——
—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org