________________
અવધૂત દર્શન
અવધૂતોનું જગત
એક નવું જગત કે જેનાથી આપણે પરિચિત નથી, એ છે અવધૂતોનું જગત. લોકો ભૂતોથી પિરિચત છે પરંતુ અવધૂતોથી પરિચિત નથી. અવધૂત વિચિત્ર પ્રકારના માણસો હોય છે. આચારાંગમાં કહેવામાં આવ્યું કે ખણ જાણાહિ પંડિએ- ક્ષણને જાણો. આ વાક્યને આપણે જાણીએ છીએ, પરંતુ તેની પાછળ સાધનાની જે એક સમગ્ર પદ્ધતિ રહેલી છે તે આપણે નથી જાણતા. એમ લાગે છે કે શબ્દોની સાથે જે ગુરુ પંરપરા જોડાયેલી હતી, તે છૂટી ગઈ. ક્ષણ શબ્દ સામાન્ય નથી. બૌદ્ધતંત્રોમાં એનું વ્યાપક વર્ણન મળે છે. ક્ષણ વિચિત્રવિમર્શ, વિમર્શ વગેરે પદ્ધતિઓ દ્વારા તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આજે સ્થિતિ એવી છે કે નૈષ્કર્મ્સની પદ્ધતિ છૂટી ગઈ એટલે કે અવધૂતની સાધના વિસરાઈ ગઈ. કાપાલિકોમાં ઔધડ સંપ્રદાય ચાલે છે. આ ઔધડ શબ્દ અવધૂતમાંથી બનેલો છે. ઔધડ એ છે કે જેની પ્રજ્ઞા જાગી જાય છે. માત્ર પ્રજ્ઞાનું જ નહિ, સમતાનું પૂર્ણ દર્શન અવધૂત શબ્દમાં સમાયેલું છે.
પ્રશ્ન સુખનો
બૌદ્ધતંત્રમાં ત્રણ શબ્દો મળે છે-લલના, રસના અને અવધૂતિ. શૈવતંત્રમાં ત્રણ શબ્દો પ્રયોજાયેલા છે-ઇડા, પિંગલા અને સુષુમ્ગ્રા. આ હાર્દ સૌ કોઈએ પકડ્યું- જ્યાં સુધી ચેતના ઉપર તરફ નહિ જાય, ચેતનાનું ઊર્ધ્વરોહણ નહિ થાય ત્યાં સુધી સુખનો અનુભવ નહિ થાય. ચેતના નીચે જવાનો અર્થ સુખના દરવાજા બંધ થવા એ છે. જૈન આગમમાં કહેવામાં આવ્યું કે એક વર્ષનો દીક્ષિત મુનિ સર્વાર્થ સિદ્ધના દેવતાઓનાં સુખોને પણ પાર કરી જાય છે. એક વર્ષના દીક્ષિત મુનિને જેટલું સુખ પ્રાપ્ત થાય છે, એટલું સુખ સર્વાર્થ સિદ્ધના દેવાતાઓને પણ ઉપલબ્ધ થતું નથી. સર્વાર્થ સિદ્ધના દેવતાઓને વિરાટ સુખ ઉપલબ્ધ
અસ્તિત્વ અને અહિંસા
Jain Education International
૨૪૮
For Private & Personal Use Only
www.jainelibrary.org