SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ એવી સંભાવના વ્યક્ત કરવામાં આવે છે કે જગત વળી પાછું પ્રસ્તર યુગમાં પહોંચી જાય તો સારું ! મહાભારતના યુગ પછી હિન્દુસ્તાનની સભ્યતા, સંસ્કૃતિ અને વિદ્યાનો જે હૃાસ થયો છે, તેનાથી એવી સંભાવના બળવાન બની છે. અણુઅસ્ત્રોના યુદ્ધ પછી કદાચ માણસ એવી પ્રાર્થના કરશે કે હે ભગવાન, અમને એવા જ બનાવી દો-જેવા અમે અગાઉ હતા. ચાંત્રિકીકરણનું પરિણામ વિજ્ઞાન આજે વિકસતું વિકસતું રોબોટ સુધી પહોંચી ગયું છે. જે કૃત્રિમ માનવનું નિર્માણ કરવામાં આવ્યું છે, તે રોબોટ-યંત્રમાનવ ખતરનાક બની રહ્યો છે. એના નિર્માતાઓ ચિંતા કરી રહ્યા છે કે હવે એને નિયંત્રિત શી રીતે કરવો ? અમેરિકા અને જાપાને જે રોબોટ બનાવ્યા છે તે માનવી માટે વિનાશનું કારણ બની રહ્યા છે. જો આ શસ્ત્રીકરણ અને યાંત્રિકીકરણની દોટ આ રીતે જ ચાલતી રહેશે તો આપણે ભગવાનને પ્રાર્થના કરવી પડશે કે – હે ભગવાન! અમને તો પુનઃ પાછા પ્રસ્તર યુગમાં જ લઈ જા ! આપણે ભગવાન મહાવીરને જાણીએ, આચારાંગના શસ્ત્રપરિજ્ઞા અધ્યયનનું વાંચન કરીએ તો આપણને ખબર પડશે કે આ સચ્ચાઈને મહાવીરે પકડી હતી. ભગવાન મહાવીરે કહ્યું કે શસ્ત્રીકરણ માનવજાત માટે સંહારનું કારણ બની શકે છે. તેથી આપણે પ્રારંભથી જ નિઃશસ્ત્રીકરણનું મૂલ્ય આંકીએ, તેનું મહત્ત્વ સમજીએ અને જીવનમાં વધુમાં વધુ નિઃશસ્ત્રીકરણનો પ્રયોગ કરીએ. નિઃશસ્ત્રના પ્રયોગોનો અર્થ સંયમ કરવા સાથે જોડાયેલો છે. નિઃશસ્ત્રીકરણ માનવજાત માટે કલ્યાણનું કારણ છે, વિકાસનું કારણ છે. નિઃશસ્ત્રીકરણ દ્વારા જ માનવજાત સુખ અને શાંતિ પામી શકે છે. આ સચ્ચાઈને સંયમના વિકાસ થકી જ સમજી શકાય તેમ છે. અસ્તિત્વ અને અહિંસાના ૭૦ --- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy