________________
એ તું જ છે.
ગણાધિપતિ તુલસી સરદાર શહેરમાં બિરાજતા હતા. કલકત્તાથી એક બંગાળી સંન્યાસી ત્યાં આવ્યા. એ સંન્યાસી વેદાંતને માનનારા હતા. એમણે આવતાંની સાથે જ કહ્યું , આચાર્યશ્રી ! આપ પણ અદ્વૈતવાદી છો અને અમે પણ અદ્વૈતવાદી છીએ. અમારામાં અને આપનામાં તફાવત શો છે ? જૈન પણ અદ્વૈતવાદી અને વેદાંતી પણ અદ્વૈતવાદી. અમે માનીએ છીએ કે આત્મા એક છે, બ્રહ્મ એક છે. આપ પણ કહો છો – એગે આયા. આમાં તફાવત શો છે ? અદ્વૈતવાદ આપને પણ માન્ય છે અને અમને પણ માન્ય છે. ગણાધિપતિશ્રીએ કહ્યું કે એ વાતનો ઇન્કાર કોણ કરે છે ? અમે સંગ્રહનયને માનીએ છીએ અને તે મુજબ સમગ્ર સંસાર એક જ છે – સતોગવિશેષાત્ – કોઈ તફાવત જ નથી. અહંનો સિદ્ધાંત
અદ્વૈતવાદનો સિદ્ધાંત જૈન દર્શનને સંગ્રહ નયના આધારે માન્ય છે, સાધનાના આધારે પણ એ સિદ્ધાંત માન્ય છે. ભગવાન મહાવીરનું એક વચન છે - તુર્માસિ નામ સચ્ચેવ જે હંતવૃં તિ મન્નસિ જેને તું મારવા ઇચ્છે છે, એ તું જ છે. આ અતિની વાત છે એકાત્મકતાની વાત છે.
અહિંસાના ક્ષેત્રમાં, સાધનાના ક્ષેત્રમાં ભગવાન મહાવીરે અદ્વૈતનું પ્રતિપાદન કર્યું. જૈનદર્શન અનેકાંતવાદી છે. અનેકાંતવાદ માત્ર દર્શનના ક્ષેત્રમાં જ નહિ, સાધનાના ક્ષેત્રમાં પણ લાગુ પડે છે. આ તથ્ય વિશે વિચાર કરવાથી બે વાદ ફલિત થાય છે – એકાત્મવાદ અને સમતાવાદ. એક છે ભેદક તત્વ
પ્રત્યેક વસ્તુમાં સામાન્ય અને વિશેષ એવા બે ગુણ હોય છે, ભેદ અને અભેદ એ બન્ને હોય છે. એક તરફ આપણો આત્મા છે, બીજી તરફ એક પુસ્તક છે. બન્ને વચ્ચે શો ફરક છે ? ખૂબ જ અલ્પ અંતર છે. એ અંતર પેદા કરનાર તત્ત્વ એક જ છે, પરંતુ જોડાનારાં
--- — અસ્તિત્વ અને અહિંસા ન ૨૦૬ ---
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org