________________
જાણવાની હોય છે અને તે માટે શક્તિનો જે પ્રયોગ કરવામાં આવે છે એ શક્તિનું નામ છે ઉત્સાહ.
* પરાક્રમ – અધોલોક ચિંતા
કોઈ વ્યક્તિ કોઈ જગાએ બેઠેલી હોય અને તેણે આસપાસની ચીજોને જાણવી હોય તો તે માટે શક્તિનો જે પ્રયોગ થાય છે તે છે પરાક્રમ.
* ચેષ્ટા – તિર્યક-લોક ચિંતા
જ્યારે નીચેની ચીજોને જાણવી હોય ત્યારે શક્તિનું જ સ્વરૂપ હોય છે એ છે ચેષ્ટા. જ્યાં અંધકારમય જગા હોય ત્યાં ચેષ્ટાનો પ્રયોગ થાય છે.
* શક્તિ – પરમ તત્ત્વ ચિંતા
ઉપરને જાણવું, તિરછી ચીજોને જાણવી એ સરળ છે. પરંતુ પરમ તત્ત્વનું જ્ઞાન મુકેલ છે. એક જ જગાએ બેઠાં બેઠાં પરમ તત્ત્વને જાણવું હોય અને એ માટે જે પ્રયત્ન કરવામાં આવે છે એ છે આપણી શક્તિ.
* સામર્થ્ય - સિદ્ધાયતન તથા સિદ્ધસ્વરૂપ ચિંતા '
નિર્ણિત જગાએથી બેઠાં બેઠાં સિદ્ધો સાથે સંપર્ક સ્થાપવો હોય અને તે માટે આપણે જે પ્રયત્ન કરીએ છીએ એ છે આપણું સામર્થ્ય. કોણ હોય છે નિગ્રંથ ?
ઘણા લોકો પ્રશ્ન પૂછે છે કે શું મહાવીર અને દેવદ્ધિગણિની સાથે સંપર્ક સ્થાપી શકાય છે ખરો ? કુંદકુંદ સાથે સંપર્ક શક્ય બની શકે ખરો ? કેમ ન બની શકે ? આપણી અંદર પ્રચુર શક્તિ છે. આપણી અંદર વક્રિયની એક શક્તિ છે, આહારકની એક શક્તિ છે. આપણા મનની શક્તિ પણ ઓછી નથી. મનોવર્ગણાના પુગલો સમગ્ર લોકમાં પ્રસરી જાય છે. પરંતુ આપણે આપણી શક્તિને ઓળખતા નથી. શક્તિનું હોવું જેટલું મુક્લ નથી એટલું મુકેલ છે શક્તિને ઓળખવાનું શક્તિના સ્ત્રોતોને જાણવાનું અને શક્તિના સ્ત્રોતોનો ઉપયોગ કરવાનું.
એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે નિગ્રંથ કોણ હોય છે ? કહેવામાં આવ્યું કે જે ઠંડી અને ગરમી બન્ને સહન કરે છે તે નિગ્રંથ હોય છે, તે મુનિ હોય છે. ઠંડી એટલે અનુકૂળતા અને ગરમી એટલે પ્રતિકૂળતા. મુનિ
—- અસ્તિત્વ અને અહિંસા ત ૧૪૬ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org