________________
પ્રશ્ન થઈ શકે કે શ્રાવકનું લક્ષ્ય શું છે? શ્રાવકનું લક્ષ્ય એ જ છે. સાધુ અને શ્રાવક બન્નેનું લક્ષ્ય એક જ છે અને તે છે આત્મોદય. જ્યાં સુધી આ લક્ષ્ય પૂર્ણ નથી થતું ત્યાં સુધી વિષાદની સ્થિતિઓ આવ્યા જ કરે
પડાવ લક્ષ્ય નથી
આપણે આ વિષયને ગંભીરતાપૂર્વક લઈએ. સાધુ બનવું, મુમુક્ષુ બનવું કે શ્રાવક બનવું એ લક્ષ્ય નથી. આ બધા પડાવ છે, વિરામ છે. લક્ષ્ય છે આત્માની ઉપલબ્ધિ. એક મુનિ પણ આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે, એક શ્રાવક પણ તેને સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. આપણે પડાવો ઉપર ખૂબ અટકી જઈએ છીએ, પરંતુ પડાવ લક્ષ્ય નથી. શ્રાવકની ભૂમિકા એક પડાવ છે. બારવ્રતી શ્રાવકની ભૂમિકા એક પડાવ છે. તેની આગળનો પડાવ છે મુનિની ભૂમિકા. અપ્રમત્તની ભૂમિકા એક પડાવ છે. વીતરાગની ભૂમિકા એક પડાવ છે. છઠ્ઠા-સાતમા ગુણસ્થાનની વચ્ચે પણ અનેક પડાવ આવી જાય છે. એક વ્યક્તિ સાધુ બને છે, એવિહારી બને છે, જિનકલ્પી બને છે. આ તમામ પડાવ છે, જે મંજિલ તરફ લઈ જાય છે. આપણે આ પડાવોને પાર કરતાં કરતાં આગળ વધીએ છીએ, આગળ વધતાં રહીએ તો મંજિલ ઉપલબ્ધ થાય છે. જો આપણું લક્ષ્ય નાનું હશે તો આપણે મહાન લક્ષ્ય પ્રાપ્ત નહિ કરી શકીએ. દૃષ્ટિ મૂળ લક્ષ્ય પર કેન્દ્રિત રહેવી જોઈએ. જો એમ ન થાય તો લક્ષ્ય હંમેશાં દૂર જ રહેશે. ઉહરણની ભાષા
મહાન લક્ષ્ય છે વીતરાગતા. એક જૈન શ્રાવક દરરોજ બોલે છે – ‘ણમો અરહતાણું એનો અર્થ છે – અહંતુ, વીતરાગ અને કેવલી થવું એ આપણું લક્ષ્ય છે. મહાવીરે કહ્યું કે જેની સામે આવી પ્રજ્ઞા નથી હોતી, તે અનાત્મપ્રજ્ઞ બની જાય છે, આત્માની પ્રજ્ઞાને વિસારી દે છે અને તે વિષાદ પામે છે. મહાવીરે ઉદાહરણની ભાષામાં કહ્યું કે એક કાચબો કોઈ એક અવાવર તળાવમાં રહેતો હતો. એ તળાવ ઉપર લીલ છવાઈ ગઈ હતી. લીલને કારણે પાણી ઢંકાઈ જતું હતું. એવું બન્યું કે એક જગાએથી લીલ ખસી ગઈ. કાચબાએ ઉપર જોયું અને જોતો જ રહી ગયો – નીલું આકાશ ! તારા ચમકી રહ્યા હતા. તેણે આ દશ્ય પ્રથમ વખત જ જોયું. તેને ખૂબ સુંદર લાગ્યું, મનોરમ લાગ્યું. કેવી
– અસ્તિત્વ અને અહિંસાને ૨૨૫ - ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org