________________
- એક જાણીતું વાક્ય છે કે અજ્ઞાની માણસ ભોગવે છે, જ્ઞાની માણસ જાણે છે, જુએ છે. અજ્ઞાની માણસ કપડાં એટલા માટે પહેરે છે કે તે સારો લાગે. તે પોતાને સુંદર દેખાડવા માટે, સજાવવા માટે કપડાં પહેરે છે. જ્ઞાની વ્યક્તિનો ઉદ્દેશ એવો નથી હોતો. તે કપડાં પહેરશે લwાનિવારણ માટે, ઠંડી અને ગરમીના નિવારણ માટે. જે વ્યક્તિ થોડીક આગળ વધે છે તે કપડાં ઉપર ખાસ ધ્યાન આપતી નથી. ભોક્તાની સઘળી શક્તિ ભોગની બાબતોને પ્રાપ્ત કરવામાં જ ખપી જાય છે. ચેતનાનો વિકાસ કરવાનો તેને અવકાશ જ નથી મળતો. જે વ્યક્તિ ભોગથી પર રહીને ચેતનામાં પહોંચી જાય છે, મનના ખેલથી પર થઈ જાય છે તેનો દૃષ્ટિકોણ અને તેનો વ્યવહાર બદલાઈ જાય છે. સામાન્ય માણસ એમ વિચારે છે કે હું કેવો દેખાઉં છું? હું કેવો લાગું છું? મને લોકો શું કહેશે ? દ્રષ્ટાની ભૂમિકા ઉપર પહોંચી ગયા પછી આ તમામ બાબતો સમાપ્ત થઈ જાય છે. અધ્યાત્મનું સૂત્ર
સામાન્ય રીતે આપણે મનની ખૂબ ચિંતા કરીએ છીએ. તેથી આપણે દ્રષ્ટા બની શક્તા નથી. હકીકતમાં મનની એટલી ચિંતા ન કરવી જોઈએ, જેટલી આપણે કરીએ છીએ. આપણો ઉદ્દેશ દ્રષ્ટા બનવાનો હોવો જોઈએ. કઈ વ્યક્તિ શું કહેશે ? અમુક વ્યક્તિ મારા માટે શું વિચારશે ? જગત શું કહેશે ? વગેરે કલ્પનાઓ દ્રષ્ટાની ભૂમિકા પ્રાપ્ત થયા પછી નબળી પડી જશે. અનેક વ્યક્તિઓ આવા ભયને કારણે સારાં કાર્યો કરતી નથી. તેઓ એમ વિચારે છે કે અમે આ કાર્ય કરીશું તો બીજા લોકો શું કહેશે ? આવી આશંકાને કારણે તેઓ સારા કાર્યની શરૂઆત જ કરી શકતા નથી. ભોક્તા અથવા ભોગવનાર વ્યક્તિ જ આ મનોવૃત્તિથી ગ્રસ્ત હોય છે. અધ્યાત્મ દ્રષ્ટા હોવાનું સૂત્ર છે. અધ્યાત્મનું સૂત્ર છે – ઘટનાઓ, પરિસ્થિતિઓને જાણવી પરંતુ તેના પ્રવાહમાં વહેવું નહિ, તેમને ભોગવવી નહિ. ભોક્તાભાવ જેટલો ઓછો હશે એટલો જ વિશેષ ધર્મ જીવનમાં ઊતરશે. ભોક્તાભાવ જેટલો વિશેષ હશે, જીવનમાં ધર્મ એટલો જ ઓછો ઊતરશે. વ્યવસ્કારનો સ્ત્રોત
મનથી પર થવાનું ખૂબ મુશ્કેલ હોય છે. સામાન્ય માણસ મનને વશ બનીને ચાલે છે. તે ધ્યાન કરે છે ત્યારે પણ મનના સ્તરે કરે છે.
-~- અસ્તિત્વ અને અહિંસા - ૧૦૦ ---
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org