________________
હિંસા મૃત્યુ છે
હિંસા અને અસંયમ
સંયમ વગર અહિંસાને સમજી શકાય નહિ, અસંયમ વગર હિંસાને પણ સમજી શકાય નહિ. હિંસા અને અહિંસા એ નિષ્પત્તિઓ છેપરિણામ છે. તેની પશ્ચાદ્ભૂમાં છે માણસનો સંયમ અને અસંયમ. એક રીતે એમ કહી શકાય કે સંયમ એટલે અહિંસા અને અસંયમ એટલે હિંસા. જેટલો જેટલો સંયમ તેટલી તેટલી અહિંસા અને જેટલો જેટલો અસંયમ તેટલી તેટલી હિંસા. આજે હિંસા વધી છે અને તે એટલા માટે વધી છે કે અસંયમ વધ્યો છે. આપણે હિંસાને પકડવા જઈએ તો તે હાથમાં નહિ આવે. હિંસાને ક્યારેય પકડી શકાતી નથી.
આજે હિંસાને રોકવાના અઢળક ઉપાયો કરવામાં આવી રહ્યા છે. દંડસંહિતા વધી ગઈ છે. પોલીસની સંખ્યા વધી ગઈ છે. સતર્કતાનો વિભાગ શરૂ થઈ ગયો છે. પોલીસ ખાતાની શાખાઓ વધતી જાય છે. અગાઉ એક ડી.આઈ.જી. હતો. આજે અનેક ડી.આઈ.જી. અને આઈ.જી. બનાવી દેવામાં આવ્યા છે. અનેક નગરોમાં પોલીસની જાળ પથરાયેલી રહે છે છતાં અપરાધની સંખ્યા સતત વધતી જાય છે, આતંક વધતો જાય છે. તમામ ઉપાયો અસરહીન પુરવાર થઈ રહ્યા છે. તેનું કારણ એ જ છે કે જે વાત ઉપર ધ્યાન આપવું જોઈએ તે વાત ઉપર ધ્યાન આપવામાં આવતું નથી. ધ્યાન આપવા યોગ્ય વાત છે અસંયમ. સમસ્યાનું કારણ
આજે માનવીમાં અસંયમ વધી રહ્યો છે. હું એક યુવક સાથે વાતચીત કરતો હતો. તેણે કહ્યું કે ઈગો તો હોવો જ જોઈએ. ઈગો નહિ હોય તો વિકાસ શી રીતે થશે ? મહત્ત્વાકાંક્ષા વગર વિકાસ શી રીતે થઈ શકે ? તેથી ઈગોનું હોવું જરૂરી છે. મેં કહ્યું કે જો ઈગોનું હોવું જરૂરી હોય તો સાથેસાથે સુપર ઈગોનું હોવું પણ જરૂરી છે. જો સુપર ઈગો નહિ
– અસ્તિત્વ અને અહિંસા . ૩૩
* 8.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org