________________
છે તેનાથી એવો ખ્યાલ સ્પષ્ટ થઈ જાય છે કે સૂક્ષ્મ જગતમાં ઈન્દ્રિય ચેતના અને તેનાથી પર અતીન્દ્રિય ચેતનાનું અસ્તિત્વ વિદ્યમાન છે. અતીન્દ્રિય ચેતના જાગરણનું સૂત્ર
આપણી સમક્ષ બે જગત છે – સૂક્ષ્મ જગત અને સ્થૂળ જગત. (દશ્ય જગત). સ્થૂળ જગત વ્યક્ત ચેતનાનું જગત છે અને સૂક્ષ્મ જગત અવ્યક્ત ચેતનાનું જગત છે. અવ્યક્ત ચેતના એટલે સૂક્ષ્મ જીવોની ઈન્દ્રિયો વ્યક્ત નથી, પરંતુ તેમની અંતઃચેતના તીવ્ર છે. આજે પણ માણસે પોતાની ઈન્દ્રિયો મેળવીને કંઈક ખોયું પણ છે. તેણે પોતાની અતીન્દ્રિય ચેતનાના દરવાજા બંધ કરી દીધા છે. પ્રત્યેક વ્યક્તિ પાસે ઈન્દ્રિયાતીત ચેતના છે. આપણે જેને પ્રાતિજ જ્ઞાન કહીએ છીએ અથવા પ્રજ્ઞા કહીએ છીએ – તે પ્રત્યેક માનવી પાસે છે. જરૂર છે સૂક્ષ્મ નિયમોને જાણવાની, એકાગ્ર થવાની અને ઈન્દ્રિયો પાસેથી ઓછું કામ લેવાની. અતીન્દ્રિય ચેતનાના જાગરણ માટે એક સંતુલન અપેક્ષિત છે. જો આપણે ઈન્દ્રિય પ્રતિસંલીનતાનું સૂત્ર શીખી લઈએ તો આપણી અતીન્દ્રિય ચેતના જાગી શકે છે, સૂક્ષ્મ જગતનાં સૂક્ષ્મ પ્રાણીઓ સાથે આપણું તાદામ્ય સ્થાપિત થઈ શકે છે.
——– અસ્તિત્વ અને અહિંસા, ૩૧
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org