________________
અનુવાદ – આથી, જિજ્ઞાસુએ દયાના દરિયા સમા અને ઉત્તમ બ્રહ્મવેત્તા એવા ગુરને મેળવીને (એમનાં ઉપદેશ અને માર્ગદર્શન પ્રમાણે), આત્મતત્ત્વ-વિષયક ચિંતન કરવું જોઈએ. (૧૫). - ટિપ્પણ – આવી ઉચ્ચ આધ્યાત્મિક ચર્ચામાં અને એમાં પારંગત થવા માટે ગુરનો બહુ મોટો મહિમા છે, કારણ કે સિદ્ધિનો આધાર, મહદંશે, ગુરુનાં અધ્યાપન પર રહે છે. શિસ્તપાલન વિશે ગુરુ ચુસ્ત અને કડક (strict) હોય, એનો વાંધો નહીં, પરંતુ શિષ્યો પ્રત્યે એમનાં હૃદયમાં પ્રેમ અને દયા હોવાં જોઈએ, તે શિષ્યવત્સલ હોવા જોઈએ; અને ગુરુની પસંદગીમાં આથી યે વધુ મહત્ત્વનું ધોરણ criterion) એ હોવું જોઈએ કે પ્રસ્તુત વિષયના એ એક ઉત્તમ જાણકાર, નિષ્ણાત હોવા જોઈએ. અહીં પ્રસ્તુત વિષય બ્રહ્મજ્ઞાન છે, એટલે તે એ વિષયની જાણકારીમાં શ્રેષ્ઠ હોવા જોઈએ.
અહીં, એક વાત પર ભાર મૂકવામાં આવ્યો છે, તે સાધકે સદા યાદ રાખવા જેવું છે : સાધક સાચો સંનિષ્ઠ “જિજ્ઞાસુ હોવો જોઈએ. બ્રહ્મજ્ઞાન માટેની એની - ઇચ્છા, માત્ર ઉપરછલ્લી, દેખાવ પૂરતી, કે સામાન્ય નહીં, પરંતુ એ તાલાવેલી
અતિ-ઉત્કટ, ઊંડી, અંતસ્તલસ્પર્શી હોવી જોઈએ; તો જ તે ગુરુનાં અધ્યાપનને બરાબર ગ્રહણ (Grasp) કરી શકે, એને પોતાનાં ચિત્તમાં ટકાવી (Retain કરી) શકે અને પોતાનાં જીવનમાં આચારિત (Practise) કરી શકે.
શ્લોકનો છંદ : અનુપુપ (૧૫)
૧૬ मेधावी पुरुषो विद्वानूहापोहविचक्षणः ।
ધાર્યાત્મવિદાય કનૈક્ષત્નિક્ષત: ૨૬ શ્લોકનો ગુજરાતી પાઠ :
મેધાવી પુરષો વિદ્વાનૂહાપોહવિચક્ષણઃ |
અધિકાર્યાત્મવિદ્યાયાં ઉક્તલક્ષણલક્ષિતઃ || ૧૬ || શ્લોકનો ગદ્ય અન્વય:- મેધાવી હાપોહવિક્ષ: ૩¢નક્ષત્નક્ષતઃ વિદાન પર: (વિ) બાત્મવિદ્યાયાં ધારી (મતિ) || ૬ ||
શબ્દાર્થ – વૈધાવી - ઉચ્ચ પ્રકારની બુદ્ધિશક્તિવાળો, મહાપવિવૃક્ષણ: ઊહ' અને “અપોહ' કરવામાં વિવફળ:. પ્રવીણ, તત્પર, સજ્જ, હોંશિયાર, નિપુણ, વિદ્વાન્ - વિદ્યાવાન, ભણેલો, ૩જી નૈક્ષત્નિક્ષત: - આ પહેલાંના પંદરમા શ્લોકમાં, શિષ્ય તરીકેનાં જે લક્ષણો આપવામાં આવ્યાં છે, તેનાથી જુદો તરી આવતો, એ લક્ષણો ધરાવતો, ધારી-અધિકારવાળો, યોગ્ય 412, Authorised, Qualified. (9€) અનુવાદ - ઉચ્ચ પ્રકારની બુદ્ધિશક્તિવાળો, “ઊહ' અને અપોહ' કરવામાં
વિવેકચૂડામણિ | ૭૫