________________
સૂત્રગ્રંથને જ લક્ષી લખાયેલી ભાસે છે; તેમજ ભાષ્યના અંતમાં રહેલી પ્રશસ્તિ પણ મૂળ સૂત્રકારની માનવામાં કાંઈ ખાસ અસંગતિ નથી. તેમ છતાંય એ પ્રશ્ન ઊભું જ રહે છે કે, જે ભાષ્યકાર સૂત્રકારથી ભિન્ન હોય, અને તેમની સામે સૂત્રકારની રચેલી કારિકાઓ તથા પ્રશસ્તિ હોય, તે તેઓ પિતે પોતાના ભાષ્યના પ્રારંભમાં અને અંતમાં કાંઈ ને કાંઈ મંગલ, પ્રશસ્તિ જેવું લખ્યા વિના રહે ખરા? વળી એમણે પિતા તરફથી આદિ કે અંતમાં કશું જ નથી લખ્યું એમ માની લઈએ તેયે, એક સવાલ રહે જ છે કે, ભાષ્યકારે જેમ સૂત્રનું વિવરણ કર્યું, તેમ સૂત્રકારની કારિકાઓ અને પ્રશસ્તિગ્રંથનું વિવરણ કેમ ન કર્યું? શું તેઓ સત્રગ્રંથની વ્યાખ્યા કરે અને તેના આદિ તથા અંતના ગંભીર મનહર અને મહત્વપૂર્ણ ભાગની વ્યાખ્યા કરવી છેડી દે, એમ બને ખરું? આ સવાલ આપણને એવી નિશ્ચિત માન્યતા ઉપર લઈ જાય છે કે, ભાષ્યકાર સૂત્રકારથી ભિન્ન નથી અને તેથી જ તેમણે ભાષ્ય લખતી વખતે શરૂઆતમાં પિતાના સૂત્રગ્રંથને લક્ષી કારિકાઓ રચી તેમજ મૂકી, અને અંતમાં સૂત્ર તેમજ
મુદ્રિત રાજવાર્તિકને અંતે તે પવો જોવામાં આવે છે. દિગબરાચાર્ય અમૃતચંદ્ર પણ પિતાના “તત્વાર્થસાર મા એ જ પદ્યો નંબરના થોડાક ફેરફાર સાથે લીધા છે.
આ અતનાં પવો ઉપરાંત ભાષ્યમાં વચ્ચે વચ્ચે મારે “ ” ઇત્યાદિ વિશે સાથે અને કાંઈક કશા જ નિર્દેશ વિના કેટલાંક પછી આવે છે. એ પદ્ય ભાષ્યના કર્તાના જ છે કે બીજા કોઈના છે, એ જાણવાનું કાંઈ વિશ્વસ્ત સાધન નથી. પણ ભાષા અને રચના જેતા તે પદ્ય ભાષ્યકારના જ હેવાને સંભવ વિશેષ લાગે છે.