________________
સુખ-દુઃખમાં સમ રહે છે, જે આસક્તિથી રહિત છે અને નિંદા અને સ્તુતિમાં પણ સમ રહે છે, મનનશીલ, યથાલાભસંતુષ્ટ, ઘરબારની ચિંતા નહીં કરનારો, સ્થિર બુદ્ધિવાળો છે, એવો ભક્ત મને પ્રિય છે.''
પાપકર્મમાં પ્રવૃત્ત નહીં :
ઈશ્વરશ્રદ્ધાનો ત્રીજો લાભ એ છે કે આવી વ્યક્તિ કદી પાપકર્મમાં પ્રવૃત્ત નથી થતી. પાપકર્મની વાત આવતાં જ એ ખચકાય છે, કારણ કે તે દૃઢ વિશ્વાસ ધરાવે છે કે ઈશ્વર તો સર્વજ્ઞ છે. જો હું અંધારામાં કે ક્યાંક છુપાઈને પણ પાપકર્મ કે ખરાબ કર્મ કરીશ, તો પણ એનાથી તો ઘટ-ઘટની કે કણ-કણની કોઈ પણ વાત છુપાએલી રહેતી નથી. મને આ દુષ્કર્મોની સજા જરૂર મળશે. સામાન્ય માનવીઓથી ભલે હું વાત છુપાવી શકીશ, પરંતુ ઈશ્વરથી તો હું એ વાત નહીં છુપાવી શકું. એક ઉદાહરણ જોઈએ
એક ઉત્કૃષ્ટ સાધનાવાળા ઈશ્વરભક્ત ધર્મગુરુ પાસે એક દિવસ બે યુવકો શિષ્ય બનવા માટે આવ્યા. તેઓ કહેવા લાગ્યા,
“ગુરુજી, અમે આપના શિષ્ય બનવા ઇચ્છીએ છીએ. આપ અમને આપના શિષ્ય બનવાનું સદ્ભાગ્ય આપો.''
ગુરુએ કહ્યું, “ભાઈ, હું ગમે તેવા માણસોને મારા શિષ્ય બનાવતો નથી. સાચા ઈશ્વરભક્ત હોય તેને જ શિષ્ય બનવાને પાત્ર માનું છું. પહેલાં એની પરીક્ષા કરું છું કે ઈશ્વર પર તેનો વિશ્વાસ કેટલો સુદૃઢ છે.
""
બંને યુવકોએ કહ્યું, “ગુરુજી, અમે પરીક્ષા આપવા તૈયાર છીએ. આપ જેમ ઇચ્છો તે પ્રમાણે અમારી પરીક્ષા કરી શકો છો. જ્યારે અમે આપની આજ્ઞાનું પાલન કરવાવાળા અને પાકા ઈશ્વરભક્ત સિદ્ધ થઈ જઈએ એ પછી જ આપ અમને શિષ્ય બનાવજો, એ પહેલાં નહીં.''
ગુરુ વૈક્રિય શક્તિ ધરાવતા હતા. એમણે પોતાની શક્તિથી બે નકલી કબૂતર બનાવ્યાં. જાણે જીવતાં કબૂતર ! ગુરુએ બંને યુવકોને એક એક બૂતર આપ્યું અને એવી આજ્ઞા કરી કે, જ્યાં કોઈ જોતું ન હોય તેવી જગ્યાએ આ કબૂતરને મારીને અહીંયાં લઈ આવો.''
બંને યુવકોએ કહ્યું, “આપની આજ્ઞા પ્રમાણે અમે જરૂર આ કામ
કરીશું.’’
૨૨
રત્નત્રયીનાં અજવાળાં