________________
માટે હોય છે.
આસ્તિક વ્યક્તિઓ જ્યારે દૈવી ગુણોથી સંપન્ન થશે, ત્યારે જ તેઓ દેવોના પ્રિય અને સર્જન કહેવાશે અને ત્યારે જ સાચા અર્થમાં સમાજોદ્ધારની ઇમારતનો પાયો નખાશે.
સમાજોદ્ધારનાં મૂળ તત્ત્વ
સમાજના ઉદ્ધારનો પાયો કેટલાંક મૂળ તત્ત્વો પર આધારિત છે, એને અપનાવ્યા વિના આ કાર્ય મંદ અને અપરિપક્વ રહેશે. તે મૂળ તત્ત્વો પર ક્રમશઃ વિચાર કરીએ : (૧) ધર્મમર્યાદાઓનું અનુસરણ :
શુદ્ધ અને વ્યાપક ધર્મ તે સમાજનો પ્રાણ છે. એ ધર્મની મર્યાદાને સમાજનો પ્રત્યેક સભ્ય અનુસરે, ત્યારે જ સમાજ સ્વસ્થ અને સુખી રહી શકે. જે સમાજમાં ધર્મ-મર્યાદાઓ(નિયમો, વ્રતો વગેરે)નું પાલન થઈ શકતું નથી, તેમાં ઝડપથી અવ્યવસ્થા અને અશાંતિ ફેલાય છે.
આજે ધર્મ અને વ્યવહારને તદ્દન ભિન્ન માનવાને કારણે સમાજ નિર્જીવ અને ધર્મ નિર્વીર્ય થઈ ગયો છે. ધર્મને પોતાની તેજસ્વિતા દર્શાવવાનું ક્ષેત્ર તો સમાજ છે. માત્ર વ્યક્તિના જીવનમાં ધર્મ હોય અને સમગ્ર સમાજના જીવનમાં ધર્મનું વાતાવરણ ન હોય તો તે વ્યક્તિગત ધર્મ પણ તેજસ્વી નથી બની શકતો, બબ્બે રૂઢિયુક્ત થઈ જાય છે. પરિણામે સામાજિક વ્યવહારમાં પ્રત્યેક પગલે અને દરેક વળાંક પર ધર્મનો સમન્વય થવો જોઈએ. ધર્મથી વિરુદ્ધ એવું કોઈ પણ સામાજિક કાર્ય કે વ્યવહાર થવો ન જોઈએ, તો જ સમાજોદ્ધારનો પાયો મજબૂત થશે. (૨) સંપ ત્યાં જંપ :
સંપ જ સમાજમાં સંપત્તિની વૃદ્ધિ કરાવનાર છે. સમાજમાં સંપ ન હોવાને કારણે થતા પરસ્પર કલહ, વૈમનસ્ય, મતભેદ અને સંઘર્ષને કારણે સમાજની ઉન્નતિનાં અનેક મહત્ત્વપૂર્ણ કાર્ય અવરોધ પામે છે. સંપ વિના સમાજના સભ્યોની શક્તિ વેરવિખેર થઈ જાય છે. સારા કામમાં શક્તિ યોજવાને બદલે વ્યર્થ કાર્યોમાં શક્તિ વેડફાય છે, તેથી જ સમાજોદ્ધાર માટે સંપ એક મહત્ત્વપૂર્ણ કડી છે..
સમાજોદ્ધારનો મૂળમંત્ર
૧૫