________________
પરંતુ જો એમ ન કરી શકો તો તમારી દયાનો ક્રમ કયો રહેશે? આ બધો નિર્ણય જ્ઞાન દ્વારા જ કરવાનો રહે છે.
હિન્દીના ઉચ્ચતમ કવિ નિરાલા', જેમનું પૂરું નામ સૂર્યકાન્ત ત્રિપાઠી હતું, તેઓ આવી રીતે જ્ઞાનપૂર્વક દયા કરનારા હતા. તે દીન-દુઃખીને જોઈને પોતાનું સર્વસ્વ આખી દેતાં પણ અચકાતા નહીં. એક દિવસ નિરાલાજીને કવયિત્રી મહાદેવી વર્માએ ઠંડીમાં ધ્રુજતા જોયા. તો એમનું હૈયું ભરાઈ આવ્યું. તેઓ સમજી ગયાં કે તેમણે એમનાં ગરમ કપડાં કોઈ ગરીબને આપી દીધાં હશે. મહાદેવજી તેમના માટે એક ગરમ કોટ સિવડાવીને લાવ્યાં અને તે નિરાલાજીને આપતાં કહ્યું –
આ કોટ તમારો નથી, મારો છે. માત્ર તમારા શરીરની રક્ષા માટે મેં સિવડાવ્યો છે. મારી અનુમતિ વગર આ કોટનો બીજો કોઈ ઉપયોગ કરશો નહીં.”
થોડા દિવસો બાદ નિરાલાજી મહાદેવજીની નજર ચુકાવીને દૂર રહેવા લાગ્યા, પરંતુ મહાદેવજીની કરુણામયી દૃષ્ટિથી કશું છાનું રહે તેમ નહોતું.
એક દિવસ તેમણે નિરાલાજીને નજર ચુકાવીને જતા જોયા, તો પૂછ્યું, “આજે કોટ કેમ નથી પહેર્યો ?”
પહેલાં તો નિરાલાજીએ ગલ્લાતલ્લાં કર્યો, પરંતુ પાછળથી મહાદેવજીની અનુભવી આંખોએ સમગ્ર પરિસ્થિતિ જાણી લીધી.
નિરાલાજીને લાગ્યું કે હવે વાત છુપાવવી ઉચિત નથી તેથી બોલ્યા, થોડા દિવસ પહેલાં રસ્તા પર એક નગ્ન ભિખારી ઠંડીથી ધ્રૂજતો હતો. મેં વિચાર્યું કે આ સમયે આ કોટની મારા કરતાં આને વધારે જરૂર છે, એટલે એ દરિદ્રને કોટ ઓઢાડીને હું ચાલ્યો આવ્યો.”
આ છે પ્રથમ જ્ઞાન અને પછી દયાનું ભવ્ય ઉદાહરણ ! ડૉક્ટરની ભાવના અને ક્રિયા
સૌરાષ્ટ્રના એક શહેરમાં એક પ્રસિદ્ધ દયાળુ ડૉક્ટર પોતાનું ખાનગી દવાખાનું ચલાવતા હતા. એક દિવસ એક ભાઈ બીજા ગામથી તેમને બોલાવવા આવ્યા. ૧૦૦
રત્નત્રયીનાં અજવાળાં