________________
ગયા. ત્યાં કૂતરો વારંવાર ભસવા માંડ્યો ત્યારે રાજાએ ઈન્દ્રને પૂછ્યું,
“અરે યોગી ! તારો આ કૂતરો કેમ ભસે છે ? તેને ચૂપ કર.” ઈન્દ્રએ કહ્યું, “રાજનું, એ બહુ ભૂખ્યો છે.”
રાજાએ પોતાને ત્યાંનું બધું ભોજન કરાવી દીધું, ત્યાં સુધી કે હાથી અને ઘોડાનું ભોજન પણ કરાવી દીધું, છતાં પણ કૂતરાની ભૂખ શમી નહીં, ત્યારે રાજાએ ઈન્દ્રને કહ્યું, “યોગી, તમારી સાથે આ કૂતરાને કેમ અહીંયાં લાવ્યા છો ? તેને આટલું બધું ખવડાવ્યું, તો પણ એની ભૂખ કેમ શાંત થતી નથી ?"
ઈન્દ્રએ કહ્યું, “આ કૂતરો અહીં મનુષ્યને સજા કરવા આવ્યો છે. જે માનવી સાધુ બનીને સાધુતાની સાધના કરતા નથી, જે સ્વકલ્યાણની સાથે સાથે જગતના કલ્યાણ માટે કશું કરતા નથી, જે ધનવાન પોતાના ધનને માત્ર એશઆરામમાં વેડફે છે, જે ધર્મકાર્યમાં વાપરતા નથી, જે નેતા રાષ્ટ્રનું હિત કરતા નથી અને પોતાની જ સ્વાર્થસિદ્ધિમાં રચ્યાપચ્યા રહે છે, જે રાજા પ્રજાની કમાણીના પૈસા ભેગા કરીને પ્રજાહિતમાં વાપરતા નથી, જે પુત્ર પોતાનાં માતાપિતાની સેવા કરતા નથી, એટલે કે જે માણસ ધર્મ અને નીતિનું પાલન કરતો નથી, તેમને આ કૂતરો દંડ આપવા આવ્યો છે.”
આ સાંભળીને રાજા અને પ્રજા સહુ કોઈ ઇન્દ્રને કહેવા લાગ્યાં, “યોગી ! અત્યાર સુધી જે થયું તે થયું. તેને માટે ક્ષમા આપો. ભવિષ્યમાં અમે ધર્મ અને નીતિ પર ચાલવાનું વચન આપીએ છીએ. ક્યારેય અધર્મ નહીં આચરીએ.' ઈન્દ્રની આ જ ઇચ્છા હતી, તેથી પોતાનો હેતુ સિદ્ધ થતો જોઈને તેઓ પેલા દેવ સહિત સ્વર્ગમાં પાછા ફર્યા.
તાત્પર્ય એ છે કે ભય અને લોભના દબાણથી મનુષ્યોએ ધર્મપાલન કરવાનું અને અધર્મથી ઊગરવાનું શરૂ કર્યું. ભય અને લોભને વશ થઈને ધર્મને અપનાવવો, તે સહજધર્મનું પાલન કહેવાય નહીં. ધર્મપાલન તો આપણો શ્વાસોચ્છવાસ ચાલે છે, તે રીતે થવું જોઈએ. શ્વાસ ચાલે છે, પણ તેની આપણને જાણ થતી નથી. જ્યારે શ્વાસ જોરથી ચાલવા લાગે છે અથવા બંધ થવા લાગે છે ત્યારે જ જાણ થાય છે. શ્વાસની જેમ જ ધર્મનું જીવનમાં સ્વાભાવિક રૂપે જ આચરણ થવું જોઈએ.
૨૩૬
રત્નત્રયીનાં અજવાળાં.