________________
કુટુંબ સહિત રહેતો હતો. તે ક્યારેય કોઈની પાસે જતો નહીં અને તેની પાસે કોઈ આવતું નહીં. શકન એટલો ગરીબ હતો કે પત્નીની લજ્જા ઢાંકવા માટે કપડું પણ તેની પાસે હતું નહીં. જંગલમાંથી ફળ કે વેરાયેલા દાણા વીણીને આખા કુટુંબનું ગુજરાન ચલાવતો હતો. ઘણી વાર એના કુટુંબને ભૂખે મરવું પડતું હતું, પરંતુ શકુન કોઈની પાસે ભીખ માંગતો નહીં અથવા તો હિંમત હારીને ધર્મથી રહિત – ચોરી, ઠગાઈ જેવાં – અધર્મનાં કામ કરતો નહીં
એક વાર એક દિવ્યાત્માએ તેની કસોટી કરવાનું વિચાર્યું. માઘ મહિનામાં શકુનનો પરિવાર ઠંડીમાં થરથરતો હતો. એક સાંજે શકુન વસ્તીમાંથી ઘર તરફ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં તેણે બે નવા કામળા પડેલા જોયા.
શકને વિચાર્યું, “જે વસ્તુ પોતાની ન હોય, તેને લેવી પાપ છે, આવો લોભ કરવો તે મહાપાપ છે.”
તે કામળાને અડ્યા વગર સીધેસીધો પોતાના ઘેર પહોંચી ગયો. દિવ્યાત્માએ વિચાર્યું “જો તે કામળા લઈ લેત તો ઠંડીમાં તેને ખૂબ ઉપયોગી બનત. બીજી કોઈ વ્યક્તિ હોત તો જવા દેતા નહીં. આ સીધો. સાદો ધર્મમાં દઢ વ્યક્તિ છે. કદાચ તે નાનકડા પ્રલોભનથી ડગે નહીં, પણ મોટા પ્રલોભનથી ડગી પણ જાય.”
બીજા દિવસે સાંજે શુકન નીચે પડેલાં ફળ વીણવા ગયો, ત્યારે ફળોની વચ્ચે વચ્ચે સોના-ચાંદીના ટુકડા વિખરાયેલા જોયા. તે જોઈને શકુન આશ્ચર્યમાં ડૂબી ગયો. કાલે કામળા અને આજે સોના-ચાંદી ! ગમે તેમ, પણ કોઈ છળ-પ્રપંચ છે. ખેર ! ભલે ગમે તે હોય, મારે ધનના કીચડમાં ફસાવું નથી. ધન હશે તો રાત-દિવસ ભય, તૃષ્ણા, ચિંતા અને ઉદ્વિગ્નતા વગેરેથી ઘેરાયેલા રહેવું પડશે. પત્ની-સંતાનોના મગજમાં ઉન્માદ છવાઈ જશે. આથી જાણીજોઈને આ બલા શા માટે વહોરવી ?
શકુન સોના-ચાંદીને અડ્યા વગર ફળ વીણીને ઘરે પાછો ફર્યો.
દિવ્યાત્માએ વિચાર્યું. “ધનની પાછળ અત્યંત ધનાઢ્ય વ્યક્તિ પણ પાગલ બની જાય છે, પરંતુ આ નિરક્ષર, દરિદ્ર માણસ સહેજે ચલિત થતો નથી. મારે એની હજી વધારે કસોટી કરવી જોઈએ.” ૨૩૮
રત્નત્રયીનાં અજવાળાં
::-
*