________________
પુનરાવર્તન કર્યું, તો મંત્રીનાં ભવાં ચઢી ગયાં. એમણે કહ્યું, “અણઘડ ક્યાંનો ! બોલવાની સભ્યતા પણ નથી આવડતી.”
ગુમાસ્તાએ શાંતિથી કહ્યું, “હા મંત્રીશ્વર ! બંનેમાંથી કોઈ એક તો ચોક્કસ હશે જ.”
મંત્રી વિસ્મય પામ્યા અને પૂછવું, “અરે ! તારી વાતમાં કંઈક ભેદ જણાય છે ! જરા કહે તો ખરો, કે આ પ્રમાણે એક જ વાત ત્રણ વખત કહેવાનો અર્થ શું હતો ?” | ગુમાસ્તાએ વિનયપૂર્વક કહ્યું, “સ્વામી, આપ જે રસોઈ ખાઈ રહ્યા છો એટલે કે જે ઐશ્વર્ય અને વૈભવનો આનંદ પામી રહ્યા છો, એ તો સાચા અર્થમાં પૂર્વજન્મમાં ઉપાર્જિત પુણ્યનું ફળ છે. પરિણામે આ તાજી રસોઈ નથી, કિંતુ વાસી છે. તાજી રસોઈ તો કંઈક જુદી જ હોય છે.”
મંત્રીને ગુમાસ્તાની વાતમાં કંઈક તથ્ય જણાયું. તેઓ નજીક આવીને જિજ્ઞાસાથી પૂછવા લાગ્યા. “તો પછી મારા માટે તાજી રસોઈ કઈ છે ?”
ગુમાસ્તો બોલ્યો, “આ બધું જાણવું હોય તો ધર્મગુરુ ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિ પાસે જાવ અને તેમને પૂછો.”
મંત્રી તરત જ ધર્મગુરુ પાસે આવ્યા. ઠંડી અને ગરમાગરમ રસોઈ વિશે પૂછ્યું, તો ઉત્તરમાં ધર્મગુરુએ કહ્યું, “તમે અહીં જે વૈભવ અને ઐશ્વર્યનો ઉપભોગ કરી રહ્યા છો, તે તો પૂર્વજન્મકૃત પુણ્યનું ફળ છે.
જ્યાં સુધી તમારા વર્તમાન સમયમાં અને જીવનમાં તમે સેવા, દાન, દયા, પરોપકાર વગેરે દ્વારા પુણ્યોપાર્જન નહીં કરો, ત્યાં સુધી રસોઈ તાજી નહીં, કિંતુ વાસી જ સમજવી જોઈએ.”
મંત્રીએ ગુરુ પાસેથી ધર્મનું સ્વરૂપ સાચા અર્થમાં સમજી લીધું અને વિશેષરૂપે ગૃહસ્થ ધર્મનું આચરણ કરવાનું સ્વીકાર્યું. ત્યાર પછી તો એમનું આખું જીવન ધર્મ અને સંસ્કૃતિની વૃદ્ધિ માટે અને જનસામાન્યની સેવામાં પસાર થયું. તેમણે અનેક જગ્યાએ સરોવર-વાવ, દાનશાળા, પરબ, જિનમંદિર, દીન-દુ:ખીઓ માટે અન્નક્ષેત્ર આદિ ખોલ્યાં અને શેષ જીવન ધર્મમય બનાવીને અધ્યાત્મસાધનામાં વ્યતીત કર્યું
આમ, માનવીએ પ્રમાદી બનીને અને ભોગવિલાસમાં ડૂબીને પોતાની જિંદગી વિતાવવી જોઈએ નહીં, કારણ કે આ તો પૂર્વકૃત પુણ્યનું જ ૨પ૬
રત્નત્રયીનાં અજવાળાં
*