________________
દુઃખનાં બી રોપીશું તો પુણ્યોપાર્જન થશે નહીં અને પુણ્યોપાર્જન વિના સુખ કેવી રીતે મળશે? આથી જ નીતિકાર કહે છે –
पुण्यस्य फलमिच्छन्ति, पुण्यं नेछन्ति मानवाः ।
न पापफलमिच्छन्ति, पापं कुर्वन्ति यत्नतः" ॥ “સાંસારિક માનવીઓ પુણ્યનું ફળ ઇચ્છે છે, પરંતુ પુણ્યકાર્ય કરવા કે પુણ્યનાં બી વાવવાનું ઇચ્છતા નથી. બીજી બાજુ પાપનું ફળ જરા પણ નથી ઇચ્છતા, પરંતુ તેઓ પ્રયત્નપૂર્વક પાપ કરે છે.”
મોટે ભાગે એવું જોવા મળે છે કે સમાજમાં લોકો પોતાના વેવાઈને અથવા કોઈ સત્તાધારી કે ધનિકની ખૂબ મહેમાનગતિ કરીને તેમને ખૂબ ઠાંસી-ઠાંસીને ખવડાવે છે, પરંતુ મુઠ્ઠીભર અનાજ માટે હાથ ફેલાવતા ભૂખ્યા માનવીને એક ટુકડો પણ આપતા નથી. જરૂર વિનાનાને બળજબરીથી ખવડાવે છે અને વાસ્તવિક જરૂરતવાળાને આપતાં ખચકાય છે. તો પછી એમ કેવી રીતે સમજી શકાય કે તમે પુણ્યનું ફળ ઇચ્છવા માટે પુણ્યકાર્ય કરો છો ? ભૂખ્યા અને જરૂરતમંદને આપવું એને તો બધાં જ શાસ્ત્રો પુણ્યકાર્ય કહે છે. પુણ્યકાર્ય કરવામાં પ્રત્યક્ષ આનંદની અનુભૂતિ
ઘણી વાર પુણ્યકાર્યના ફળસ્વરૂપે મનુષ્યને પ્રત્યક્ષ આનંદની અનુભૂતિ થાય છે. એવો અનુભવ તો એ જ કરી શકે કે જેણે અંતઃકરણથી પુણ્યકાર્ય કર્યું હોય. એક સામાયિકમાં પ્રકાશિત થયેલી બે વર્ષ પહેલાંની સત્યઘટના જોઈએ.
ડો. જોજે હરેરા ઉસલાર દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશના રાજદૂત તરીકે સ્વીડનમાં વસે છે. પૂર્વપુણ્યના પ્રતાપથી તેમને કરોડપતિ જેટલી અપાર સંપત્તિ મળી છે. ઘણી બેન્કો, સમાચારપત્રો અને જમીનોના તેઓ માલિક છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ કરોડપતિ ઘણા ઉદાર છે અને તેમને પત્ની પણ એટલી જ ઉદાર હૃદયવાળી મળી છે. ઈ.સ. ૧૯૫૦માં આ દંપતી કરવા માટે ઓસ્ટ્રિયાના પ્રસિદ્ધ નગર જાલ્સબર્ગ ગયાં હતાં, ત્યાં તેમના એક પરિચિતે માહિતી આપી કે જાલ્સબર્ગની નિકટ આવેલા એક આશ્રમમાં માતા-પિતા વિનાનાં અને રાષ્ટ્રીયતા વિનાનું અનાથ બાળકો રહે છે. આ સાંભળીને દંપતીનું હૃદય પીગળી ગયું. ના એ આશ્રમ જોવાની ઇચ્છા વ્યક્ત કરી. પુણ્ય અને પાપનું રહસ્ય.
૨૬૧