________________
માર્યા છે.'' તો કોઈ કહેતું કે મારા ભાઈને માર્યો છે. આથી કોઈ લપાટ મારીને, કોઈ મુક્કા લગાવીને, કોઈ લાઠી ફટકારીને, કોઈ અપશબ્દો બોલીને, કોઈ નિંદા અને ઘૃણા કરીને, કોઈ અપમાન કરીને તો કોઈ ભિક્ષા આપવામાં અસહયોગ કરીને તેને હેરાન કરવા લાગ્યા. પરંતુ અર્જુનમુનિ એમ જ વિચારતા,
આ બધાં મારાં કરેલાં પાપકર્મોનાં ફળ છે. મેં એમના સંબંધીઓને મારી નાખ્યા છે, જ્યારે તેઓ તો માત્ર મારા પર પ્રહાર કરીને થોડામાં જ વેરની વસૂલાત કરે છે.''
આમ સમભાવપૂર્વક આ બધાં કો સહન કર્યાં. શાસ્ત્રકાર નોંધે છે - મહાપુણ્યવાન મુનિ બનવા છતાં પણ અર્જુનમુનિને છ મહિના સુધી પોતાનાં પૂર્વકૃત પાપોનાં ફળસ્વરૂપ યાતનાઓ સહન કરવી પડી.
કોઈ એમ કહે કે આવા મહાપુણ્યશાળી મુનિને પણ દુઃખ વેઠવું પડ્યું, તેથી પુણ્યનું ફળ દુઃખ છે, તો આ તો અણસમજ છે માત્ર વર્તમાનને જ જોવો બરાબર નથી. અર્જુનમુનિએ ભૂતકાળમાં જે ભયંકર પાપકર્મ કર્યાં હતાં, તેનું આ દુઃખરૂપી ફળ હતું, તેના વર્તમાનમાં ઉપાર્જિત પુણ્યનું નહીં.
પુણ્યફળ માટે પુણ્યકાર્ય
વર્તમાન સમયમાં જગતમાં એમ જોવા મળે છે કે લોકો પોતાનું જીવન પુણ્યકાર્યોમાં વિતાવતા નથી. દાન, પરોપકાર, સેવા, ધર્માચરણ, વ્રતપાલન, શીલ, તપ વગેરે સત્કાર્યોમાં જીવન પસાર કરતા નથી, કારણ કે તેઓ એમ સમજે છે કે પૂર્વપુણ્યના ફળસ્વરૂપ બધા જ સુખસાધન પ્રાપ્ત થયા છે, તો પછી દાન આદિ કરીને શા માટે જીવનને કષ્ટમાં નાખવું જોઈએ ? આથી મોજશોખમાં જીવન વિતાવવું, એ જ પુણ્યશાળીનું કામ છે.'' પરંતુ આ ભ્રમ છે.
આવા લોકો દુ:ખી થાય છે, ત્યારે કહે છે કે પુણ્યનું ફળ તો મળતું નથી ! વાસ્તવમાં આજે જગતના મોટા ભાગના લોકો કહે છે કે અમે સુખના અભિલાષી છીએ. સુખ ઇચ્છીએ છીએ અને સુખ માટે સઘળા પ્રયત્ન કરીએ છીએ, પરંતુ એ લોકો એમ નથી વિચારતા કે સુખ એ તો પુણ્યનું ફળ છે.
જો આપણે આપણા ક્ષણિક સુખ માટે બીજાઓને દુઃખી કરીશું, રત્નત્રયીનાં અજવાળાં
૨૬૦