________________
કારણે તેને પકડવાનું વોરંટ મળ્યું છે તે હકીક્ત છે. જો એ સાધુ ખુદ જેને ત્યાં ચોરી કરી છે, તેની પાસે જઈને પશ્ચાત્તાપ કરીને જે વસ્તુઓ ચોરી હતી, તે દીક્ષા લેતાં પહેલાં જ પાછી આપી દે અથવા તેને માટે ક્ષમા યાચીને તેને સંતુષ્ટ કરી દે તો એ સાધુને પકડવામાં નહીં આવે, પરંતુ એને માટે લોકો એટલું તો ચોક્કસ કહેશે કે, “અરે ! આ તો પેલો ચોર છે. હવે સાધુ બની ગયો છે.”
અર્જુનમાળીનું એવું જ બન્યું હતું. અર્જુન માળીની પત્ની પર રાજગૃહીના છ ગુંડાઓએ તેની સામે જ બળાત્કાર કર્યો, તેથી એને ગુસ્સો આવ્યો અને જે યક્ષની તે પૂજા કરતો હતો તેને પ્રાર્થના કરી કે, “હું પેઢી દર પેઢીથી તમારી પૂજા કરતો આવ્યો છું, આજે સંકટના સમયે તમે સહાયતા નહીં કરો તો હું એમ માનીશ કે તમે યક્ષ નથી, પણ નમાલા
બસ ! આ સાંભળતાં યક્ષ અર્જુનમાળીના શરીરમાં પ્રવેશ્યો અને ત્યાં રાખેલું હજારપલ વજનનું લોઢાનું મગદળ ઉઠાવ્યું અને જોશથી ઘુમાવીને છ ગુંડાઓ તથા પોતાની પત્ની પર ઝીંકી દીધું. સાતેયને મારીને પછી અર્જુને મનમાં નિશ્ચય કર્યો કે હવેથી પ્રતિદિન છ પુરુષ અને એક સ્ત્રીને માર્યા વગર નહીં રહું. બસ ! તેણે તો છ મહિનામાં ૧૧૪૧ વ્યક્તિઓની હત્યા કરી.
આવો હત્યારો પાપાત્મા અર્જુનમાળી યક્ષાવેશ દૂર થઈ ગયા પછી સ્વસ્થ થઈને સુદર્શન શ્રમણોપાસકની સાથે ભગવાન મહાવીરનાં દર્શન કરવા અને એમની વાણી સાંભળવા જાય છે, ત્યાં જ તેને સંસારમાંથી વૈરાગ્ય ઊપજે છે. તે પોતાના પાપપૂર્ણ જીવનને તિલાંજલિ આપીને ધર્મમય જીવનનો અંગીકાર કરીને સાધુ બની જાય છે.
આમ, સાધુ બની જવાથી તો એ મહાત્મા અને મહાપુણ્યવાન બની ગયો, પરંતુ રાજગૃહીના નગરજનો તો એને હજી જૂનો ક્યારો જ માનતા હતા.
અર્જુન મુનિને રાજગૃહીમાં ગોચરી માગવા આવતા જોઈને તેઓ પોતાના વેરની વસૂલાત કરવા લાગ્યા. કોઈ કહેતું, “આણે મારા પિતાને ૧. હજારપલ વજન – પલ વજનનું એક પ્રાચીન એકમ છે. ચાર તોલા ભાર એક પલ
ગણાય છે.
પુણ્ય અને પાપનું રહસ્ય
૨૫૯