________________
ફળ છે. નવીન પુણ્યઉપાર્જન કરવા માટે મનુષ્ય આ જન્મમાં ધર્માચરણ કરે, ન્યાયનીતિપૂર્વક આજીવિકા કમાય, દાન, પરોપકાર, સેવા આદિ સત્કાર્યોમાં રત રહે, તે જરૂરી છે. આમ ન થાય તો પુણ્ય વિના આગામી જન્મમાં કોઈ પણ સુખસામગ્રી નહીં મળે. આથી કહેવાયું છે :
_ 'पुण्यं हि सर्वसम्पत्तिवशीकरणकारणम्' “પુણ્ય જ તમામ સંપત્તિની પ્રાપ્તિનું એકમાત્ર કારણ છે.”
કહેવાય છે કે પુણ્યનાં ફળ મીઠાં અને પાપનાં ફળ કડવાં હોય છે. પુણ્યનાં ફળ સહેલાઈથી ભોગવી શકાય છે અને પાપનાં ફળ ભોગવવામાં આકરાં હોય છે. પુણ્યથી મનુષ્ય સુખી થાય છે અને પાપથી દુઃખી થાય છે, આમ છતાં જગતમાં ઘણી જગ્યાએ વિપરીત સ્થિતિ જોવા મળે છે.
જે પુણ્યકર્મ કરે છે, સ્વજીવનમાં સત્કાર્ય અને ધર્માચરણ કરે છે તે દુ:ખી દેખાય છે અને રાતદિવસ પાપકર્મોમાં ડૂબેલા તથા હિંસા, અસત્ય, ચોરી, અપ્રામાણિક્તા આદિ આચરનારા પાપકર્મીઓ સુખી નજરે પડે છે. અહીં કેમ પુણ્યનું ફળ મીઠું અને પાપનું ફળ કડવું દેખાતું નથી ?
જ્ઞાની પુરુષો એમ કહીને આનું સમાધાન કરે છે કે વર્તમાનમાં પુણ્યવાન દુઃખી અને પાપી સુખી દેખાય છે તે તેમનાં વર્તમાન પુણ્ય કે પાપનું ફળ નથી, બધે તે સુખ અને દુઃખ તો ભૂતકાળનાં પાપ અને પુણ્યનું ફળ છે. વર્તમાનમાં તો પુણ્યવાન અને પાપી જે પુણ્ય અને પાપ ઉપાર્જન કરી રહ્યા છે તેનું ફળ તો તેમને ભવિષ્યમાં મળશે. મળ્યા વગર નહીં રહે. દેર (વાર) ભલે થાય, પરંતુ ત્યાં અંધેર નથી. ખેડૂત અનાજની કાપણી કરે છે, ત્યારે પહેલાં તે વાવેલાં બીજનો પાક લણે છે. વર્તમાનમાં તાજાં વાવેલાં બીનો પાક તો ભવિષ્યમાં લણવાનો મળે. એ રીતે વર્તમાનમાં પુણ્યવાન વ્યક્તિએ ભૂતકાળમાં જે પાપનાં બી રોપ્યાં હતાં, તેના ફળસ્વરૂપે તેને દુઃખનો પાક મળ્યો છે. એવું જોઈને પુણ્યના ફળ પ્રત્યે અશ્રદ્ધા લાવવાની જરૂર નથી, પરંતુ સર્વસાધારણ લોકો પુણ્યવાનને દુઃખી અને પાપીને સુખી જોઈને પુણ્યોપાર્જનના વિષયમાં ઉદાસીન થઈ જાય છે. તેમણે માત્ર વર્તમાન પર જ દષ્ટિ ન રાખવી જોઈએ. આથી કહ્યું છે – - પુણ્ય અને પાપનું રહસ્ય
છે
૨૫o
જ
ક