________________
બીજા દિવસે તેઓ ત્યાં પહોંચ્યાં અને પોતાની સાથે એક અનાથ બાળકને લઈ આવ્યાં. તેઓ તેને પોતાની જન્મભૂમિ કારાકાસ લઈ ગયાં અને તેને દત્તક લઈ લીધો. પછી તો પૂછવું જ શું ?
એ છોકરો ‘ઉસલાર' તરીકે ઓળખાવા લાગ્યો અને એનું જીવન આનંદભર્યું વીતવા લાગ્યું. તેનું દુ:ખ ચાલ્યું ગયું અને તેનો ચહેરો લાલ અને ગોળમટોળ બની ગયો. છોકરાને દંપતી માટે અગાધ પ્રેમ થઈ ગયો. તેના વર્તનમાં કૃતજ્ઞતા પ્રગટવા લાગી. એ જોઈને ઉસલાર દંપતીનો આત્મા આનંદ અનુભવવા લાગ્યો.
તેઓએ વિચાર્યું, જો એક બાળકને દુઃખસાગરમાંથી બહાર કાઢવાથી આપણને સોગણો આનંદ મળે છે, તો પછી યુરોપનાં ઘણાં જ ભૂખ્યાં અનાથ બાળકોને લાવીને પોતાની સાથે રાખવાથી વધારે આનંદ મેળવવો જોઈએ.’’
બસ ! એ કર્મઠ પતિ-પત્નીએ એક હજાર અનાથ બાળકોને આવી રીતે વસાવવાનો અને તેમને દુઃખમુક્ત કરવાનો નિશ્ચર્ય કર્યો. તેમને રહેવા માટે સારાં મકાન, સરસ ચીજ-વસ્તુઓ અને સુખ-સગવડનાં સાધનો એકઠાં કર્યાં, જેથી છોકરાંઓ તવંગર બાળકોની જેમ રહી શકે. ૧૯૫૦ના ડિસેમ્બરમાં પચ્ચાસ નવાં અનાથ બાળકો હૅવેરિયા, ઑસ્ટ્રિયા અને બાલ્કન રાષ્ટ્રોમાંથી લઈ આવ્યાં. તેમનો વિચાર તો ઇસ્ટરના તહેવાર સુધી વધારે એક હજાર દુઃખી બાળકોને પરમસુખી બનાવીને પોતાનો આનંદ પરમાનંદમાં પરિણત કરવાનો થઈ ગયો.
આ છે પુણ્યફળરૂપે પ્રાપ્ત થતા પ્રત્યક્ષ આનંદની અનુભૂતિનું જ્વલંત
ઉદાહરણ !
ઉસલાર દંપતીની જેમ ભારતના સંપન્ન અને પુણ્યફળપ્રાપ્ત કેટલીક વ્યક્તિઓ જો તૈયાર થઈ જાય તો દેશમાંથી ગરીબી, ભૂખ અને અનાથતાનું દુઃખ મટી જાય. વળી સાથોસાથ પુણ્યનું પ્રત્યક્ષ ફળ પણ તેને મળે.
પાપ-પુણ્યની વ્યાખ્યા ઘણા વિસ્તારથી જોઈ ગયા. વ્યક્તિએ એને હૃદયમાં ઉતારીને પુણ્યાર્જન કરીને પોતાનું જીવન વિતાવવું જોઈએ.
૨૬૨
સ્થળ : ગોડીજીનો ઉપાશ્રય, પાયની, મુંબઈ સ્થળ : વિ.સં. ૨૦૦૯, શ્રાવણ સુદ ૧૩, રવિવાર
રત્નત્રયીનાં અજવાળાં