Book Title: Ratnatrayina Ajwala
Author(s): Kumarpal Desai
Publisher: Anukampa Trust Prakashan

View full book text
Previous | Next

Page 281
________________ પૈસાફંડની યોજના શરૂ કરી. મુંબઈ અને એનાં પરાંઓનાં દેરાસરોમાં સાધર્મિક ફંડની પેટીઓ મૂકવામાં આવી, જેમાં એકત્ર થતી રકમનો ઉપયોગ સાધર્મિક ભાઈબહેનોની ભક્તિ કરવામાં થાય છે. આવી જ રીતે બીમારીમાં સપડાયેલા સાધર્મિકોને સહાય કરવા માટે સાધર્મિક ભક્તિની કુપનની યોજના કરી. જ્યારે રહેઠાણનો પ્રશ્ન ઉકેલવા માટે આ સંસ્થાએ કાંદિવલીમાં ૩૪૪ કટુંબો માટે ફલેટો તૈયાર કર્યા અને એ રીતે મહાવીરનગર વસાવ્યું. બીજાં ૨૫૦૦ કુટુંબો નાલાસોપારામાં રહી શકે તેવી યોજના આ સંસ્થાએ હાથ ધરી અને તેને માટે “શ્રી આત્મવલ્લભ ઉત્કર્ષ ટ્રસ્ટ' નામે એક સ્વતંત્ર સંસ્થાની રચના પણ કરી. આમ એક બાજુ સામાજિક ઉત્થાનનાં કાર્યો શરૂ ક્યાં તો બીજી બાજુ જૈનધર્મ અને જૈનદર્શનના પ્રસાર માટે જ્ઞાનવૃદ્ધિનાં કાર્યો શરૂ કર્યા. સામાન્ય જનતાને સુગમ એવું ધર્મ અને તત્ત્વજ્ઞાન વિષયક સાહિત્ય ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં પ્રગટ કરવા માટે “શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારકનિધિ”ની રચના કરવામાં આવી. અત્યાર સુધીમાં આ સ્મારકનિધિ તરફથી સત્તર પુસ્તકો પ્રગટ થયાં છે. આવી જ રીતે ભાયખલા શ્રી શત્રુંજય-પટનાં તથા જિનમંદિરનાં દર્શન માટે કારતક સુદિ પૂનમ અને ચૈત્ર સુદિ પૂનમના દિવસોએ ધર્મ-આરાધકોને જવા-આવવા માટે વિજયવલ્લભચોક-ગોડીજીની બસસેવાની વ્યવસ્થા પણ આ સંસ્થા કરે છે. વળી આ સંસ્થાએ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી જન્મશતાબ્દી શિક્ષણ ટ્રસ્ટ, શ્રી આત્મવલ્લભ શીલસૌરભ ટ્રસ્ટ, તપસ્વી મુનિશ્રી અનેકાન્તવિજયજી સ્મારક ટ્રસ્ટ, સ્વ. આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી સ્મારકનિધિ તથા વડોદરામાં બનાવવામાં આવેલ વિજયવલ્લભસૂરિ હોસ્પિટલ વગેરે પ્રવૃત્તિઓને વેગ આપવામાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે. તેમજ આ સંસ્થા દિલ્હીમાં અખિલ ભારતીય સ્તરે થઈ રહેલા વલ્લભ સ્મારક માટે પણ સહયોગ આપી રહી છે. જમ્મુ-કાશ્મીર)માં નિર્માણ પામેલા જિનાલય માટે તેમજ તેના પ્રતિષ્ઠાપ્રસંગ સમયે આ સંસ્થાએ સક્રિય રસ લીધો હતો. આવી રીતે જૈન ધર્મ અને શ્રી સંઘનાં અનેકવિધ કાર્યો કરનાર આ સંસ્થા આજે યુગપ્રભાવક આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની ભાવનાઓ સાકાર કરી રહી છે. ૪૬ વર્ષની એની મજલ દરમિયાન એણે જ્ઞાન અને ભક્તિનાં કાર્યોમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આની પાછળ ગુરુભક્તિનો અવિરત પરિશ્રમ અને સહકાર તો કારણભૂત છે જ, ૨૦૦ રત્નત્રયીનાં અજવાળાં

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284