________________
સંસ્થા-પરિચય
કેટલીક વ્યક્તિઓ યુગદ્રષ્ટા હોય છે. એ પોતાના યુગની નાડ પારખીને એને ઓળખવાની કોશિશ કરે છે. કેટલીક વ્યક્તિઓ યુગસ્રષ્ટ હોય છે જે પોતાની શક્તિ અને સામર્થ્યથી યુગનું સર્જન કરે છે. વિરલ વિભૂતિ જ એવી હોય છે કે જે પોતાના યુગને ઓળખી, એની વેદના અને વિશેષતાઓ જાણી નવા યુગને આકાર આપવાનું કામ કરે છે. આવા યુગધર્મને પારખનાર યુપ્રભાવક આચાર્ય હતા શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ, જેમની ક્લ્યાણગામી દૃષ્ટિ વિશ્વના પ્રાણીમાત્ર પર ઠરેલી હતી, જેમની નજર વર્તમાન રાષ્ટ્રભાવના અને જૈન સંઘોની સ્થિતિ પર ઠરેલી હતી, જેમના અંતરમાં સતત ધર્મની ધગશ અને જૈનસમાજના ઉત્કર્ષની તમન્ના વહેતી હતી. જૈકુટુંબ કે જૈનસમાજ સંસ્કારી, ચારિત્ર્યશીલ અને ધર્મસંપન્ન હશે તો જ જૈનધર્મ અને શ્રી સંઘ વધુ પ્રભાવશાળી બને. આચાર્યપ્રવર આ પરિસ્થિતિ વિદારવા માટે અવિરત પુરુષાર્થ કરતા હતા. એના ફળરૂપે આજે અનેક સ્થળોએ ધાર્મિક અને વ્યાવહારિક કેળવણીના સુભગ સમન્વયથી સુવાસિત એવાં વિદ્યામંદિરો અને સેવાસંસ્થાઓ ઠેર ઠેર જોવા મળે છે.
એવા યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની પ્રતાપી પ્રેરણાનું એક સુફળ એટલે શ્રી આત્માનંદ જૈનસભા (મુંબઈ). આજથી ૪૬ વર્ષ પહેલાં ચૈત્ર સુદિ ૧ના રોજ આાર્ય મહારાજની પ્રેરણાથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. યુગવીરના આશીર્વાદ પામેલી સંસ્થાની નજર અને ભાવના યુગવ્યાપક હોય તે સ્વાભાવિક છે. આ સંસ્થાએ જૈનસમાજની ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ઉન્નતિ થાય તેમજ જૈનધર્મનો પ્રચાર કરી શકે એવા સાહિત્ય-પ્રકાશનનાં કાર્યો થતાં રહે એવો ઉદ્દેશ રાખ્યો.
શ્રાવક-શ્રાવિકાઓના ઉત્કર્ષ માટે વિ. સં. ૨૦૦૮માં આચાર્યશ્રીએ પાંચ લાખનો નિધિ એકત્ર કરવા શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ દ્વારા ટહેલ નાખી ત્યારે આ સંસ્થાએ તેની કાર્યસિદ્ધિમાં જીવંત અને સક્રિયપણે રસ લીધો હતો. આ જ વર્ષે સાધર્મિક બંધુઓની ભક્તિ કરવા માટે
સંસ્થા-પરિચય
૨૬૯